Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરના વિવિધ પ્રોજેક્ટ વર્કનું સ્થળ નિરીક્ષણ કરતા કમિશ્નર ડી.એન. મોદી

ગુણવત્તાના તમામ માપદંડો જાળવવા સૂચના અપાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર શહેરના વિવિધ પ્રોજેક્ટ વર્ક જેવા કે રોડ વર્ક, બ્રિજ વર્ક તેમજ સિટી બ્યુટીફિકેશનના કામોના નવીનિકરણ તથા મરામત યુદ્ધના ધોરણે કરવાનો તથા તમામ અધિકારીઓને ગુણવત્તાયુક્ત કામો થાય તેવી સૂચના કમિશનર ડી.એન. મોદી દ્વારા આપવામાં આવી છે. ઉપરાંત મ્યુનિ. કમિશનરએ ડામર/સિમેન્ટ રોડ, બ્રિજ વર્ક, ફાયર સ્ટેશન તથા લેઈક-ર ડેવલપમેન્ટ વિગેરે ચાલતા કામોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી દરેેક જવાબદાર અધિકારીઓને ગુણવત્તાના તમામ માપદંડો જળવાય તેવી સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર બી.એન. જાની તથા લગત શાખાના નાયબ ઈજનેરોની ટીમને સાથે રાખી ખંભાળિયા રોડ સિક્સ લેન વાઈડનીંગ કરવાનું કામ, રેલવે ઓવરબ્રિજ એલ.સી. નં. ર૦૧, સમર્પણ સર્કલ, લાલપુર બાયપાસ જંક્શન તથા ઠેબા બાયપાસ જંક્શન પર ફ્લાય ઓવરબ્રિજ તેમજ કાલાવડનાકા પાસે રંગમતી નદી પર રિવરબ્રિજ, નાઘેડી રોડ, લાલપુર રોડ તથા કાલાવડ રોડ પરના ફાયર સ્ટેશન, અલગ-અલગ મુખ્ય રસ્તાઓના સિમેન્ટ કોન્ક્રીટ રોડ તેમજ રણમલ લેઈક પાર્ટ-ર ડેવલપમેન્ટના કામોની સાઈટ વિઝિટ કરી શહેરના તમામ ડામર/સિમેન્ટ રોડ મરામત/રીતેરીંગના કામો યુદ્ધના ધોરણે હાથ ધરી તમામ કામોની ગુણવત્તા ટેન્ડરના સ્પસીફિકેશન મુજબ જળવાઈ રહે તે પ્રકારની કડક સૂચના આપી હતી અને તેનો અમલ કરવા જણાવ્યું હતું. તમામ પ્રોજેક્ટ વર્કના કામોના ઝીણવટભર્યા સ્થળ નિરિક્ષણની સાથે સાથે તમામ કામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની ખાસ તકેદારી રાખવા સૂચનાઓ લગત અધિકારીઓને આપવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh