Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ ડિવિઝનમાં બે નવા ટ્રેકશન સબ સ્ટેશનઃ ડબલ લાઈન વિદ્યુતિકરણ અને તકનીકી સુધારણા સંપન્ન

વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ટ્રેકશન વિભાગની ઝળહળતી સિદ્ધિઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના ટ્રેકશન ડિસ્ટ્રીબ્યુશન વિભાગે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન વિકાસ, સુરક્ષા અને તકનીકી નવીનતાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ નોંધાવી છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાએ જણાવ્યું હતું કે વર્ષ દરમ્યાન ડિવિઝન દ્વારા વાંકાનેર અને ગોરિંજામાં બે નવા ટ્રેકશન સબ-સ્ટેશન સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે. આનાથી વિવિધ રેલવે વિભાગોમાં વોલ્ટેજ વધ-ઘટની સમસ્યા દૂર થઈ છે અને ટ્રેનો માટે અવરિત વીજ પુરવઠો સુનિશ્ચિત થયો છે.

માલસામાનના પરિવહનની સુવિધાઓને મજબૂત કરવા માટે વિન્ડમિલ-બેડીપોર્ટ, રફાળેશ્વર પાસે સ્થિત ગતિ શક્તિ મલ્ટી-મોડલ કાર્ગો ટર્મિનલ અનુ લુણસરિયા-નવલખી જેવી મહત્ત્વની ખાનગી સાઈડિંગ્સનું વિદ્યુતિકરણ પૂર્ણ કરીને તેને કાર્યરત કરવામાં આવી છે. આનાથી માલગાડીઓની સરેરાશ ગતિમાં સુધારો થયો છે. અને ડીઝલ એન્જિનો પરની નિર્ભરતામાં ઘટાડો થયો છે. આ ઉપરાંત રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેકટ અંતર્ગત નવા ડબલ લાઈન સેકશનની વિદ્યુતી કરણથી મુસાફર અને માલવાહક સેવાઓનું સંચાલન વધુ સરળ બન્યું છે.

ઓએચઈ સિસ્ટમની વિશ્વસનીયતા વધારવા માટે વિભાગ દ્વારા વ્યાપક સ્તરે સુધારણા કામગીરી કરવામાં આવી છે. આ અંતર્ગત કાટ લાગેલા કેન્ટીલીવર, જુના ઓટો ટેન્શનિંગ ડિવાઈસ અને એન્ડિંગ કોન બદલવાની સાથે નમેલા માસ્ટ (થાંભલા) સીધા કરવામાં આવ્યા છે, જેના કારણે ઓએચઈ બ્રેક ડાઉનની ઘટનાઓમાં મોટો ઘટાડો થયો છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતો અટકાવવા માટે એન્ટી-બર્ડ ડિસ્ક, નાયોલન મેશ, પેકિંગ સેડલ, હાઈ ક્રીપેજ ડિસ્ટન્સ ઈન્સ્યુલેટર અને આરઆરએ કલેમ્પ જેવા આધુનિક સુરક્ષા ઉપાયો અમલમાં મૂકવામાં આવ્યા છે. ટેકનિકલ નવીનતા હેઠળ, ટાવર વેગન માટે બેલ આધારિત સંચાર પ્રણાલી અને 'ઈ-કર્ષણ' ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. જેનાથી ટેકનિકલ સૂચનાઓની રીઅલ-ટાઈમ ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh