Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડોક્ટરો, હોસ્પિટલો અને બ્રાન્ડનો પ્રચાર નહીં કરી શકાયઃ
નવી દિલ્હી તા. ર૮: લાઈવ સર્જરીના પ્રસારણ પર કડક નિયમો જાહેર થયા છે, અને ડોક્ટરો, હોસ્પિટલ કે બ્રાન્ડના પ્રચાર પર પ્રતિબંધ મૂકાયો છે. લાઈવ સર્જરીના પ્રસારણ પહેલા દર્દીની સંપૂર્ણ અને સ્વૈચ્છિક સંમિત લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. પ્રસારણ દરમિયાન દર્દીની ઓળખ છતી ન થાય તેની કાળજી રાખવી પડશે. તબીબી શિક્ષણ અને પ્રેક્ટિસમાં જ્યોતિષ વિદ્યાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના એનએમસીના નિર્દેશોના અનુસંધાનમાં આ દિશાનિર્દેશો અમલમાં આવ્યા છે. તબીબી ક્ષેત્રમાં અંધશ્રદ્ધા અને અવૈજ્ઞાનિક પ્રથાઓને દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
નેશનલ મેડિકલ કમિશનએ આ અઠવાડિયે જીવંત સર્જરીના આચરણ અને પ્રસારણને નિયંત્રિત કરવા માટે વિગતવાર દિશાનિર્દેશો બહાર પાડ્યા છે. આ નવા નિયમો અનુસાર જીવંત પ્રસારણનો ઉપયોગ ઓપરેટિંગ સર્જન, હોસ્પિટલ અથવા કોઈપણ ઉત્પાદન બ્રાન્ડના પ્રચાર માટે થવો જોઈએ નહીં. વધુમાં સર્જનોને સર્જરી-પ્રક્રિયાઓ દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનો અથવા ઉપકરણોમાં કોઈ નાણાકીય કે વ્યાપારી હિત ન હોવું જોઈએ, તેમ એનએમસીએ સ્પષ્ટપણે જણાવ્યું છે.
ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પરથી પ્રાપ્ત ભરોસાપાત્ર વિગતો મુજબ આ દિશાનિર્દેશોનો મુખ્ય હેતુ તબીબી વ્યવસાયમાં પારદર્શિતા અને નૈતિક્તા જાળવવાનો છે. ભૂતકાળમાં લાઈવ સર્જરીનો ઉપયોગ ઘણીવાર ડોક્ટરો, હોસ્પિટલો અથવા તબીબી ઉપકરણો બનાવતી કંપનીઓ દ્વારા પ્રચારના સાધન તરીકે થતો હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતાં. આનાથી દર્દીના હિતોને નુક્સાન થવાની અને ખોટી પ્રચાર પદ્ધતિઓ અપનાવવાની શક્યતા રહેતી હતી.
નવા નિયમો દર્દીની ગોપનિયતા અને સુરક્ષા પર પણ ભાર મૂકે છે. લાઈવ સર્જરીના પ્રસારણ પહેલા દર્દીની સંપૂર્ણ અને સ્વૈચ્છિક સંમિત લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ ઉપરાંત પ્રસારણ દરમિયાન દર્દીની ઓળખ છતી ન થાય તેની કાળજી રાખવી પણ આવશ્યક છે. એનએમસીએ જણાવ્યું છે કે આ નિયમો તબીબી ક્ષેત્રમાં ઉચ્ચત્તમ નૈતિક ધોરણો જાળવવામાં મદદ કરશે અને દર્દીઓમાં વિશ્વાસ વધારશે.
આ દિશાનિર્દેશો તબીબી શિક્ષણ અને પ્રેક્ટિસમાં જ્યોતિષ વિદ્યાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના એનએમસીના અગાઉના નિર્દેશોના અનુસંધાનમાં આવ્યા છે, જે તબીબી ક્ષેત્રમાં અંધશ્રદ્ધા અને અવૈજ્ઞાનિક પ્રથાઓને દૂર કરવાના પ્રયાસોનો એક ભાગ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial