Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમિશનરે જાહેર કર્યું કે મૂર્તિનું મંદિરમાં સ્થાપન થયું છે, હકીકત તો સાવ જુદી !
જામનગર તા. ર૮: જામનગરમાં મીગ કોલોની નજીક આવેલ મહાદેવના મંદિરને શ્રાવણ માસના પ્રથમ દિવસે જ ભાજપ શાસિત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ અંગે મ્યુનિ. કમિશનરે એમ જણાવ્યું હતું કે નજીકમાં જ નવા મંદિરમાં મૂર્તિને સ્થાન અપાયું છે. હકીકતે એ નવા મંદિરનું બાંધકામ હજુ ચાલુ છે, એટલે કે ત્યાં મૂર્તિનું સ્થાપન થયું જ નથી. આમ મ્યુનિ. કમિશનરે મીડિયામાં ખોટું નિવેદન આપ્યું હતું અને ભક્તોને ગુમરાહ કર્યા હતાં.
જામનગર મહાનગર પાલિકાનો વહીવટ હરહંમેશ વિવાદમાં રહ્યો છે, જ્યારે એક શિવ મંદિરને તોડી પાડવામાં આવતા હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચડવાનું પાપ મહાનગરપાલિકાના અધિકારીઓએ કર્યું છે.
વારંવાર લોકોને ઊઠા ભણાવાની મહાનગર પાલિકાના કમિશનર દ્વારા વધુ એક વખત મીડિયામાં ખોટો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
એસ.ટી. ડેપો કાર્યરત હોવા છતાં પણ પ્રદર્શન મેદાનમાં જ મેળો કરવાની હઠ પકડીને બેસેલા શાસકો હવે રઘવાયા થયા છે, અને ભીડને અંકુશમાં કેવી રીતે લઈ શકાય તેના રસ્ત શોધી રહ્યા છે. એટલે જ મીગ કોલોનીના છેવાડે આવેલ વર્ષો જુના જંગલેશ્વર મહાદેવના મંદિરને શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
આ પછી કમિશનર ડી.એન. મોદીએ મીડિયામાં નિવેદન આપ્યું હતું કે, જેનું શિવ મંદિર તોડી પડાયું છે અને ત્યાંની ધાર્મિક વિધિ કર્યા પછી મૂર્તિઓને ઉપાડવામાં આવી હતી, અને નવા બાંધકામ થયેલા મંદિરમાં મૂર્તિને રાખી દેવાઈ છે, અને નવા મંદિરને શરૂ કરી દેવાઈ છે.
પરંતુ હકીકતે નવા મંદિરનું બાંધકામ હજુ ચાલુ છે. ત્યાં મૂર્તિનું સ્થાપન હજુ થયું જ નથી. ત્યાં હજી શિવલીંગની સ્થાપના બાકી છે. આમ છતાં લોકોને-ભક્તોને-શ્રદ્ધાળુઓને ઊઠા ભણાવી દેવાયા હતાં. કમિશનરે જાહેરાત કરી દીધી હતી કે નવા મંદિરમાં મૂર્તિની સ્થાપના થઈ ચૂકી છે. હકીકતે આ મંદિરમાં કોઈ મૂર્તિનું સ્થાપન થયું જ નથી.
આમ હિન્દુઓની આસ્થા સામે ખીલવાડ કરવામાં આવ્યું છે, અને ભાજપના શાસકો પણ મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial