Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વિશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે ઉપાધાન તપના તપસ્વીઓનું કરાયું સન્માન

તપસ્વીઓની રથયાત્રા સહિતના કાર્યક્રમ યોજાયા

                                                                                                                                                                                                      

અર્ધ શત્રુંજયનું બિરૂદ ધરાવતા જામનગરમાં વિશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘનાં ઉપક્રમે ગુરૂદેવ પન્યાસ ગીતાર્થ રત્નવિજયજી અને પન્યાસ હિતાર્થરત્નવિજયજી, મુનિરાજ કૃપારસરત્નવિજયજીની નિશ્રામાં ૭ માળ અને ૧૪ અઢારીયાનાં કુલ ૨૧ તપસ્વીઓની રથયાત્રા તથા સન્માન કાર્યક્રમ યોજાયા હતાં. રથયાત્રા શ્રી શેઠજી દેરાસરથી થી લાલબાગ, મહિલા મંડળ, રણજીત રોડ, બેડીગેઇટથી રણજીત રોડ થઇ શ્રી શેઠજી દેરાસર પહોંચી પૂર્ણ થઇ હતી. ત્યાર પછી ગુરૂ ભગવંતોની પાવન નિશ્રામાં તપસ્વીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મોબાઇલ - ઇલેક્ટ્રીસિટી વગર કોઇપણ સુવિધા વગર જૈન સાધુ - સાધ્વીજીઓની જેમ ગુરુ નિશ્રામાં ૧૮ દિવસ રહેવાનાં વ્રતને ઉપાધાન તપ કહે છે. યુવા વયનાં લોકોએ આ તપ કરી જીવનમાં સંયમનું મહત્ત્વ આત્મસાત કર્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh