Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જશ્ન કિતાબો કે સંગ, જૈસે ખુશ્બુ મેં રંગઃ
જામનગર તા. ૧૦: તાજેતરમાં રિડર્સ ક્લબ દ્વારા વિદ્યાભવન અને જસ્ટ મોજનાં સહયોગથી શિવાલિક શાઇન, લાખાબાવળ માં રિડર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ક્વિઝ, ગેમ્સ, કિડ્સ ઝોન, કાવ્યો, વાચિકમ, મોનોલોગ્સ સહિત અનેકવિધ પ્રવૃત્તિઓથી ભરપૂર 'રિડર્સ પાર્ટી'ની મોજ ૨૨૫-થી વધુ લોકોએ માણી હતી. શહેરમાં માત્ર બે વર્ષ જેટલા ટૂંકા સમયમાં લોકપ્રિય થઇ ગયેલા રિડર્સ ક્લબ દ્વારા આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 'બુક રિસ્પેક્ટ ડેસ્ક' દ્વારા જામનગરનાં લેખક-કવિઓના પુસ્તકોને આદર અને વેચાણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
વિદ્યાભવન દ્વારા આ તબક્કે 'જામનગર ઓથર્સ કોર્નર' કાયમ માટે વિદ્યાભવનમાં રહેશે, તેવી ઉત્સાહપ્રેરક જાહેરાત કરવામાં આવી હતી. પાર્થસારથી વૈદ્ય દ્વારા કેતન કારિયા લિખિત 'શું હતું એ?' વાર્તાનું વાચિકમ કરવામાં આવ્યું. વૈશાલી રાડિયા દ્વારા ધૂમકેતુની વાર્તા 'પોસ્ટ ઓફિસ'નું ફેનફિક્શન એટલે કે 'મરિયમનો પત્ર' રજૂ કરવામાં આવ્યું.
પિયુષ પંડ્યા એ 'અમે ચકલજી ચી..ચી..ચી..' દ્વારા બાળકોથી લઇ વડીલો સુધી સૌને મોજ કરાવી. પોરબંદરથી આવેલાં મહેમાન કવિ સુનીલ ભીમાણી તેમજ દ્વારકાથી આવેલા જય દાવડાએ પોતાની આગવી શૈલીમાં કવિતાઓ રજૂ કરી હતી.
જસ્ટમોજના ફાઉન્ડર્સ ડો.મિલન ગણાત્રા તેમજ કલ્પેશ ખગ્રામ દ્વારા 'માઈક મેરેથોન ૨.૦'ની જાહેરાત કરવામાં આવી. 'રિડર્સ પાર્ટી'ને સફળ બનાવવા, કલબનાં ૩૫થી વધુ મેમ્બર્સની આઠ અલગ-અલગ કમિટીએ આપેલું યોગદાન ખરા અર્થમાં સફળ થયું છે.
રિડર્સ ક્લબનો હેતુ માત્ર એટલો જ છે કે, દરેક પ્રકારના વાચકને લગતી પ્રવૃત્તિઓ થતી રહે. દર મહિને એક બુક રિવ્યુ મિટિંગ, રિડિંગ બડ્ડીસ, મુકામ પોસ્ટ જામનગર, પધારો મ્હારે વેબ, માય લાયબ્રેરી કોન્ટેસ્ટ જેવા અવનવા કાર્યક્રમો અને આયોજનો દ્વારા ક્લબ સતત કાર્યરત રહે છે. કલબના વ્હોટસએપ ગ્રુપમાં ૫૫૦ થી વધુ મેમ્બર્સ છે. હાલના તબક્કે ક્લબમાં જોડાવું નિઃશુલ્ક છે અને કોઈપણ વયનાં વાંચન પ્રેમી - જીજ્ઞાસુ માણસ ક્લબમાં જોડાઇ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial