Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ ૧૬૦૦ પોઈન્ટ ઉછળ્યો

યુદ્ધ વિરામના સંકેતો મળતા જ

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૨૫: યુદ્ધ વિરામના         સંકેતો મળતા જ સેન્સેકસ ૧૬૦૦ પોઈન્ટ ઉછળ્યો, નિફટી ૨૩,૪૦૦ને પાર પહોંચ્યો છે.

એક તરફ યુદ્ધ શાંત થવાના સંકેત અને વૈશ્વિક બજારના પોઝિટિવ સંકેતો તથા ઘરેલુ સંસ્થાગત રોકાણકારોની ભારે ખરીદીને કારણે આજે ભારતીય શેરબજારમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ આજે લીલા નિશાન સાથે મજબૂતી શરૂ કરી ચૂક્યા છે. જેનાથી રોકાણકારોની સંપત્તિમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી પાંચ દિવસ માટે ઈરાન પર હુમલા રોકવાની જાહેરાત કરી છે ત્યારથી વિશ્વભરના બજારોમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં આજે એકતરફી તેજી જોવા મળી છે

અગાઉનો બંધ ભાવઃ ૭૪,૦૬૮.૪૫ હતો. જયારે આજનો ઓપન ભાવ : ૭૪,૬૫૨.૦૧ હતો. આ લખાય છે ત્યારે સેન્સેક્સ +૧,૬૦૮.૧૯ (૨.૧૭%) પોઈન્ટના તોતિંગ ઉછાળા સાથે ૭૫,૬૭૬.૬૪ પર પહોંચી ગયો છે.

છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે સેન્સેકસ ૭૫,૭૧૧.૧૫ પર ટ્રેડ કરી રહ્યો હતો.

બીજી તરફ નિફ્ટીમાં ૫૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટીએ પણ આજે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. ઘણાં સમય પછી નિફ્ટીમાં આવી તેજી દેખાઈ છે.

અગાઉનો બંધ ભાવ ૨૨,૯૧૨.૪૦ હતો, જયારે આજનો ઓપન ભાવ ૨૩,૦૬૪.૪૦ હતો. છેલ્લા અહેવાલ મુજબ નિફ્ટી +૫૦૭.૫૦ (૨.૨૧%) પોઈન્ટ વધીને ૨૩,૪૧૯.૯૦ પર ટ્રેડ કરી રહ્યો છે.

બજારમાં તેજીનું સૌથી મોટું કારણ મિડલ ઈસ્ટના તણાવમાં ઘટાડો થવાના સંકેતો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાની નેતૃત્વ વચ્ચે 'પ્રોડક્ટિવ' વાતચીત થઈ હોવાના અહેવાલોથી રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો છે. ઈરાને હોર્મુઝની સામુદ્રધુની (સ્ટ્રેટ ઓફ હોર્મોઝ) માંથી જહાજોની અવરજવર ચાલુ રાખવાની ખાતરી આપતા ઊર્જા સંકટ હળવું થવાની આશા જાગી છે.

યુદ્ધ વિરામની ચર્ચાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં ૫% થી વધુનો ઘટાડો નોંધાયો છે. ક્રૂડ ઓઈલના ભાવ ૧૦૦ પ્રતિ બેરલની નીચે (આશરે ૯૬-૯૮) આવી જવાથી ભારત જેવા તેલ આયાતકાર દેશ માટે મોંઘવારી ઘટવાની આશા જન્મી છે, જે શેરબજાર માટે બુસ્ટર ડોઝ સમાન સાબિત થયું છે.

આજના ઉછાળામાં બેન્કિંગ સેક્ટરે આગેવાની લીધી છે. એચડીએફસી બેન્ક, એસબીઆઈ અને બજાજ ફાઈનાન્સ જેવા હેવીવેઈટ શેરોમાં રોકાણકારોએ નીચા ભાવે ભારે ખરીદી (સોર્ટ કવરીંગ) કરી છે. બેન્કિંગ ઈન્ડેક્સમાં આવેલી મજબૂતીએ સેન્સેક્સને ૧૬૦૦ પોઈન્ટથી વધુ ઉપર ધકેલવામાં મદદ કરી છે.

માત્ર ભારત જ નહીં, પરંતુ એશિયાઈ અને યુએસ ફ્યુચર્સ માર્કેટમાં પણ હકારાત્મક વલણ જોવા મળ્યું છે. ડોલર ઇન્ડેક્સમાં નરમાશ અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં ઘટાડાને કારણે ઇમર્જિંગ માર્કેટ્સમાં ફરીથી નાણાનો પ્રવાહ શરૂ થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh