Advertisement
Author: નોબત સમાચાર

'ખાડા' ના વિકાસ નકશા અંગે સામૂહિક રજૂઆતો

ખંભાળિયા વિસ્તાર વિકાસ મંડળના મુખ્ય અધિકારી સમક્ષ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૫: ખંભાળિયા વિસ્તારના 'ખાડા' માં આવતા સાત ગામો ધરમપુર, રામનગર, હર્ષદપુર તથા શકિતનગર, દાંતા, કંચનપુર તથા હરિપુરના ગ્રામજનોની ખાસ બેઠક ગત તા. ૧૩-૩-૨૬ના ખંભાળિયાના ધરમપુરમાં યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને રજૂઆતો કરી હતી.

આ રજુઆત પછી સ્થાનિક આગેવાનો, સરપંચો દ્વારા આ તમામ મુદઓ અંગે એક સંયુકત અરજી સાથે રજુઆત તૈયાર કરીને ખાડાના મુખ્ય અધિકારી કે.કે. કરમટાને સોંપી હતી. નવી વિકાસ યોજનાના આવકાર સાથે ગ્રામજનોનું પણ હિત જળવાય તેવી રીતે કામગીરી અને વાંધા, સૂચનો તથા રજુઆત બાબતે યોગ્ય કરવા જણાવાયું હતું.

પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી રસીકભાઈ નકુમ, પૂર્વ કારો. ચેરમેન જિ.પં. જીતેન્દ્રભાઈ નકુમ તથા સરપંચો આગેવાનો પૂર્વ તા.પં. સદસ્યો જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh