Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત બાર કાઉન્સિલમાં સતત ચોથી ટર્મમાં નગરના ધારાશાસ્ત્રી થયા વિજેતા

૧૯ર૯ મત મેળવી વિજય પ્રાપ્ત કર્યાે:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: ગુજરાત બાર કાઉન્સિલની બે સપ્તાહ પૂર્વે યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલા જામનગરના એડવોકેટ સતત ચોથી ટર્મમાં વિજેતા જાહેર થયા છે. તેઓના સ્વર્ગસ્થ પિતા પણ છ ટર્મ સુધી બાર કાઉન્સિલમાં ચૂંટાઈ આવ્યા હતા. તેમના વિજયના પગલે જામનગરના વકીલ મિત્રોમાં આનંદની લાગણી પ્રસરી છે.

ગુજરાત બાર કાઉન્સિલની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં જામનગરના ધારાશાસ્ત્રી મનોજભાઈ અનડકટ સતત ચોથી વખત ઉમેદવારી કરી રહ્યા હતા. મતદાન પછી શરૂ થયેલી મતગણતરીની પ્રક્રિયામાં ગઈકાલે પાંચમા ક્રમે રહેલા મનોજભાઈ સતત ચોથી ટર્મમાં વિજેતા જાહેર થયા છે.

અગાઉ ત્રણ ટર્મ સુધી ગુજરાત બાર કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ કરી ચૂકેલા મનોજભાઈ ચોથી વખત પણ ચૂંટાઈ આવ્યા છે. તેઓએ ૧૯૨૯ મત પ્રાપ્ત કર્યા હતા. તેઓના પિતા એડવોકેટ સ્વ. મણીભાઈ અનડકટ પણ છ ટર્મ સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચૂંટાઈ આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh