Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં હનુમાન ટેકરીના રહીશો ફરીથી જામ્યુકોમાં પહોંચ્યાઃ દેખાવો કરતા લોકોની પોલીસે કરી અટકાયતજામનગર તા. ૧૪: જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેની જગ્યા ખાલી કરી આપવા સાત દિવસની નોટીસ પાઠવાઈ છે. આથી અસરગ્રસ્તો બે દિવસથી દોડધામ કરી રહ્યા છે અને પોતાના રહેઠાણ બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે સવારે રજૂઆતો કર્યા પછી આજે ફરી વખત લોકોનો ટોળા રજૂઆત માટે મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતાં જ્યાં પોલીસે તેઓની અટકાયત કરી હતી.
હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેની જમીનમાં દબાણો થયા હોવાનું જણાવી પોણા ત્રણસોથી વધુ લોકોએ રેલવે વિભાગે નોટીસ પાઠવી સાત દિવસમાં જગ્યા ખાલી કરી આપવા જણાવતા અસરગ્રસ્તોની દોડધામ વધી જવા પામી છે.
પરમદિવસે રાત્રે લોકો ટોળે વળ્યા પછી ગઈકાલે સવારે પણ અસંખ્યા મહિલાઓ, પુરુષો, મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત માટે પહોંચ્યા હતાં, જેની આગેવાની સ્થાનિક કોર્પોરેટર રાહુલ બોરિચાએ લીધી હતી, ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી, અને મોડેથી તમામને મુક્ત કરી દેવાયા હતાં.
આ પછી ફરી વખત સાંજે અસરગ્રસ્તો મહાનગરપાલિકા કચેરી, લાલબંગલા સર્કલમાં આવી પહોંચી દેખાવો, પ્રદર્શન કરતા પોલીસે અનેકની અટકાયત કરી હતી. આમ ગઈકાલે રજૂઆતોનો દોર સતત ચાલ્યો અને પોલીસને પણ સતત દોડધામ કરવી પડી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial