Advertisement
Author: નોબત સમાચાર

સુદર્શન બ્રિજ પર ઊભેલા પિતા-પુત્રને મોટરની ટક્કરઃ પુત્રને ગંભીર ઈજા થઈ

દ્વારકામાં બાઈકને મોટરની ઠોકરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: દ્વારકા શહેરમાં રબારી ગેઈટ પાસે એક બાઈકને મોટરે ટક્કર મારતા પોરબંદરના યુવાનને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. જ્યારે ઓખાથી બેટ દ્વારકા વચ્ચે સુદર્શન બ્રિજ પર ત્રણ સપ્તાહ પૂર્વે અમદાવાદના એક તરૂણને બેટ તરફથી દોડી આવેલી મોટરે ઠોકર મારતા આ તરૂણને ફ્રેક્ચર તેમજ આંખમાં ગંભીર ઈજા થઈ છે.

પોરબંદર જિલ્લાના ઉંટડા ગામના ગિરીશભાઈ માંડાભાઈ મોકરીયા તથા અન્ય વ્યક્તિ ગઈ તા.ર૧ની બપોરે દ્વારકા શહેરમાં રબારી ગેઈટ પાસેથી જીજે-૧૩-એએન ૫૭૨૭ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે જીજે-૧૮-ઈએફ ૨૫૦૭ નંબરની મોટરના ચાલકે તેઓને ઠોકર મારી પછાડતા ગિરીશભાઈનો ગોઠણેથી પગ ભાંગી ગયો છે. તેઓએ મોટરચાલક સામે દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના નારોલમાં વસવાટ કરતા જતીનભાઈ હર્ષદભાઈ પરમાર ગઈ તા.૧૧ની બપોરે ઓખાથી બેટ દ્વારકા વચ્ચેના સુદર્શન બ્રિજ પરથી પોતાની મોટર લઈને જતા હતા ત્યારે બ્રિજ પર બે પીલરની વચ્ચે રોડની સાઈડમાં વાહન ઉભુ રાખીને પુત્ર પ્રણિત સાથે નીચે ઉતર્યા હતા. આ વેળાએ બેટ દ્વારકા તરફથી જીજે-૬-બીટી ૬૭૪ નંબરની તુફાન જીપ દોડી આવી હતી. તેના ચાલકે પ્રણિતને હડફેટે લેતા આ બાળકને પગમાં ફ્રેક્ચર ઉપરાંત આંખની અંદરના ભાગે ફ્રેક્ચર થઈ ગયું છે. જતીનભાઈએ ઓખા મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh