Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા
જામનગર તા. ર૯: જામનગરના પ્રદર્શન મેદાનમાં ૩૦ ટકા જેટલી વિશાળ જગ્યામાં ર૪ કલાક હંગામી એસ.ટી. બસ સ્ટેશન ધમધમે છે. ત્યારે પ્રદર્શન મેદાનની બાકીની જગ્યામાં અનેક પ્રશ્નો-મુદ્દાઓને નજરઅંદાઝ કરી મનપા તંત્ર દ્વારા શ્રાવણ મહિનાના જન્માષ્ટમીના તહેવારો સહિતના ૧પ દિવસ માટે લોકમેળાનું આયોજન આગળ ધપાવવામાં આવી રહ્યું છે.
લોકમેળામાં લોકોના પ્રવાહને અવરજવરમાં અનુકૂળતા રહે તે માટે તાકીદના ધોરણે બે વૈકલ્પિક માર્ગો બનાવવામાં આવી રહ્યા છે.
તળાવની પાળના ઢાળિયાથી જુની આરટીઓ કચેરીથી લઈને કલેક્ટર કચેરીવાળા પરિસરમાંથી પાછલા તળાવ અને ત્યાંથી પ્રદર્શન મેદાન સુધીનો માર્ગ નવો બની રહ્યો છે. આ ઉપરાંત પાછલા તળાવના ભાગે એક બીજો વૈકલ્પિક માર્ગ પણ યુદ્ધના ધોરણે બની રહ્યો છે. (શહેરના તમામ બિસ્માર માર્ગોના ખાડા પૂરવા કરતા આ કામ અતિ જરૂરી હોવાનું સમજાય છે)
આ કવાયત ખરેખર આવકાર્ય છે, અને તેનાથી કદાચ લોકમેળામાં આવનારા લોકોને આવવા જવામાં ચોક્કસ થોડી રાહત-અનુકૂળતા થઈ શકે છે.
પણ... સવા મણનો સવાલ હજી અદ્ધરતાલ જ રહ્યો છે. પ્રદર્શન મેદાનમાં હંગામી એસ.ટી. બસ સ્ટેશનમાં એસ.ટી.ની બસો ક્યા, ક્યા માર્ગથી આવન-જાવન કરશે? એસ.ટી. બસ સ્ટેશનમાં ઉતારૂઓ, તેમના વાહનો સાથે કેવી રીતે અને ક્યા રૂટ પરથી આવી-જઈ શકશે?
લોકમેળાનું આયોજન અડધા પ્રદર્શન મેદાનમાં કરવાનું નક્કી થયું ત્યારથી જ ચર્ચાના ચકડોળે ચડ્યું છે. આ સંજોગોમાં લોકમેળાના આયોજન માટે ઉતાવળા-હાંફળા ફાંફળા થયેલા તંત્રએ એસ.ટી. બસના આવાગમન તેમજ એસ.ટી. બસ સ્ટેશનમાં ઉતારૂઓ, તેમના માલસામાનની સુરક્ષા અંગે શું વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે તે અંગે સત્તાવાર જાહેરાત કરવાની જરૂર છે. દર વર્ષ કરતા ૩૦ ટકા ઓછી જગ્યામાં લોકમેળાનું આયોજન નિર્વિઘ્ને, આનંદ-ઉલ્લાસ સાથે સફળતાપૂર્વક પાર પડે તેવી આશા રાખીએ... બાકી તો અત્યાર સુધી પ્રજાને પડનારી મુશ્કેલી કે સંભવિત કોઈપણ દુર્ઘટનાના જોખમો અવગણીને તૈયારીઓ પૂરજોશમાં ચાલી જ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial