Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેન્કના નિવૃત્ત કર્મચારી અને ૭૩ વર્ષીય દોડવીર
જામનગર તા. ૫ઃ જામનગરમાં ગ્રામીણ બેન્કના નિવૃત્ત કર્મચારી ૭૩ વર્ષના વયોવૃદ્ધ દોડવીર મનસુખલાલ નાકરાણીએ વર્ષ ૨૦૨૫માં ૧,૧૩,૨૧,૮૯૨ કદમ ચાલીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.
વર્ષ ૨૦૧૩માં તેઓ અમેરિકા ગયા હતાં તે દરમ્યાન ત્યાં લોકોની શારિરીક ચુસ્તતા જોઈને પ્રોત્સાહિત થયા હતા. અને ભારત પરત ફર્યા પછી પ્રેકટીશ શરૂ કરી હતી. વર્ષ ૨૦૧૫થી તેમણે રમત ગમતમાં ભાગ લેવાનું ચાલવા, દોડવાની હરીફાઈ, સાયકલોથોન રસ્સાખેંચ વગેરેમાં ભાગ લીધો છે. ૧૦૦ મીટરની દોડથી હાફ મેરેથોનમાં ૧૪૦ ઉપરાંત મેડલ અને ૧૫થી વધુ મોમેન્ટો મેળવ્યા છે.
૨૦૨૩માં તેઓએ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા, વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ તથા હાઈ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ ૭૦ વર્ષની ઉમરે ૧૦૦ ઉપરાંત મેડલ મેળવવા બદલ નામ નોંધાવેલ છે. તેઓ ખોડલધામ, કાગવડ, વડ પાંચસરા, શનિદેવ-હાથલા, બાધલા, ગલ્લા, વરૂડી માતા ધુળશીયા, મોટી ગોપ, રાણ, દ્વારકા, મોગલધામ ખીરીની પદયાત્રા કરી ચૂકયા છે. દર વર્ષે તેઓ હરસિદ્ધિ માતાજી મંદિર- હર્ષદ, ઉમીયા ધામ, સિદસર, સિદ્ધિ વિનાયક સપડા, ભોળેશ્વર મહાદેવ, ગજણાની પદયાત્રા પણ કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial