Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમળો થઈ ગયા પછી હાપામાં પ્રૌઢાનું મોતઃ
જામનગર તા.ર૮ : જામનગરના હાપામાં રહેતા એક પ્રૌઢાને કમળો થઈ ગયા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે વાડીનાર પાસે મોટરમાંથી બેભાન હાલતમાં મળી આવેલા એક યુવાનનું મૃત્યુ થયું છે.
જામનગર નજીકના હા૫ામાં આવેલી શિવશક્તિ સોસાયટીમાં રહેતા ગીતાબા કાળુભા જાડેજા નામના ૫૯ વર્ષના મહિલાને છેલ્લા બે મહિનાથી કમળો થઈ ગયો હતો. તેની સારવાર ચાલુ હતી. તે દરમિયાન ગઈ તા.૧૪ના દિને આ મહિલાને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેઓનું સારવાર દરમિયાન ગઈ તા.૨૩ના દિને મૃત્યુ થયાનું પુત્ર સુરૂભા કાળુભા જાડેજાએ પોલીસમાં જાહેર કર્યું છે.
ખંભાળિયા તાલુકાના વાડીનારમાં કેપીટી કોલોની પાસે શુક્રવારે બપોરે એક અલ્ટો મોટર પડી હતી. તેમાં મૂળ વાડીનારના અને હાલમાં ખંભાળિયાની બંગલા વાડીમાં રહેતા ઘનશ્યામસિંહ નારૂભા વાઢેર (ઉ.વ.૩૮) નામના યુવાન બેશુદ્ધ જેવી હાલતમાં મળી આવ્યા હતા. તેઓને સારવારમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમના મોટાભાઈ નરેન્દ્રસિંહ નારૂભાએ પોલીસને જાણ કરી છે.