Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરિદ્વારના મનશા દેવી મંદિરની ભાગદોડમાંથી બોધપાઠ લેજો...
જામનગર તા. ર૮: આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, અને આજથી જામનગર સહિત રાજ્યભરમાં શિવાલયોમાં શિવપૂજન, દર્શન અને જળ-દૂધ ચઢાવનારા ભાવિકોની ભીડ લાગશે, જ્યારે ઘણાં સ્થળે ભક્તિમેળાઓ અને શ્રાવણિયા જાહેર મનોરંજન મેળાઓ પણ યોજાઈ રહ્યા છે, ત્યારે મંદિરો-ધર્મસ્થળોના વ્યવસ્થાપકો, ટ્રસ્ટો, સમિતિઓ, પૂજારીઓ, સુરક્ષાકર્મીઓ અને વિવિધ સંલગ્ન કાર્યક્રમો તથા દર્શનોના આયોજકોેએ સરળ અને સલામત વ્યવસ્થા ગોઠવવી અત્યંત જરૂરી છે, અને હરિદ્વારના મનશા દેવીમાં ભાગદોડમાં થયેલા મૃત્યુ તથા નુક્સાનમાંથી બોધપાઠ લઈને અફવાઓ ફેલાતી અટકાવવા આ પ્રકારના દરેક સ્થળે પી.એ. સિસ્ટમ (પલ્બિક એડ્રેસ સિસ્ટમ) ઊભી કરીને સતત માર્ગદર્શન અને માહિતી તથા કોઈ અફવા ફેલાતી હોય તો તેને તત્કાળ અટકાવવા, ગૂમ થયેલી વ્યક્તિનું કે ચીજવસ્તુઓની જાહેરાત કરવા અને કોઈપણ દર્શનાર્થીને તત્કાળ મેડિકલ એઈડની જરૂર હોય તો તેના માટે સ્થળ પર પ્રાથમિક સારવાર તથા એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ હોવી જ જોઈએ. અકસ્માતો કે આગ દુર્ઘટના અટકાવવા ફાયર સેફ્ટીના તમામ સાધનો તથા તેને ચલાવનારા તાલીમબદ્ધ કર્મચારીઓ, પીવાના પાણી તથા શૌચાલય-વોશરૂમ્સની પૂરતી વ્યવસ્થા તથા નદી-તળાવ-ડેમો-સરોવરોની કાંઠે જરૂર પડ્યે ડૂબતા લોકોને બચાવવા હોડી તથા અન્ય સાધનો સાથેની રેસ્ક્યૂ ટીમો પણ હોવી જ જોઈએ.
બારાબંકીના ઔશાનેશ્વર મંદિરમાં વીજકરંટમાં કેટલાકના જીવ ગયા અને ઘણાં ભાવિકો ઘાયલ થયા છે, ત્યારે જામનગર સહિત હાલારમાં તો એવા ઘણાં સ્થળોએ ભક્તોની ભીડ જામે છે, જ્યાં આ પ્રકારની વ્યવસ્થા જરૂરી છે. દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર, ગોપીતળાવ, હર્ષદમાતાજી સહિતના જાણીતા યાત્રાધામો ઉપરાંત પણ એવા ઘણાં સ્થળો છે, જ્યાં શ્રાવણમાં ભારે ભીડ જામે છે અને ઠેર ઠેર નાના-મોટા મેળાઓ પણ યોજાય છે. આ તમામ સ્થળે પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, પાર્કિંગ, પી.એ. સિસ્ટમ, પ્રાથમિક સારવાર, એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ રાખવા સ્થાનિક લોકોના સહયોગથી પર્યાપ્ત વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial