Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલા નાનું ફાયર એન્જિન નિષ્ફળ જતા લોકો વિફર્યા
પટણા તા. ૨૧: બિહારમાં આગ ઓલવવા આવેલા ફાયર બ્રિગેડના વાહનોને ફૂંકી માર્યા હતા અને પથ્થરમારો પણ કર્યો હતો. જો આગ લાગે અને ફાયર બ્રિગેડ થોડી પણ મોડું કરે, તો આ દુર્ઘટના મોટી દુર્ઘટનામાં પરિણમી શકે છે. આવા સમયમાં, ફાયર ફાઈટર આગમમાં ફસાયેલા લોકો માટે દેવતા તરીકે કામ કરે છે અને તેમને બચાવે છે. જો કે, બિહારના ખગરિયામાં જ આ ફાયર ફાઈટરો સાથે જે બન્યુ તે આઘાતજનક હતું.
ખાગરિયામાં ફટાકડાથી લાગેલી આગને કાબુમાં ેવા માટે પહોંચેલા ફાયર ફાઈટરો પર ટોળાએ પથ્થરમારો કર્યો અને તેમના વાહનોને આગ લગાવી દીધી. જેમાં ઘણાં ફાયર ફાઈટર ઘાયલ થયા.
ગઈકાલે મોડી રાત્રે બેલદૌર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેલદૌર નગર પંચાયતના પીરનગરા પથ પાસે ટોળાએ ભારે હોબાળો મચાવ્યો હતો. દિવાળી પહેલા આતશબાજી દરમ્યાન કેટલાક ઘરોમાં આગ લાગી હતી, પરંતુ ટોળાએ આગ ઓલવવા પહોંચેલા ફાયર ફાઈટરો પર પથ્થરમારો કર્યો, એટલું જ નહીં પણ ટોળાએ ફાયર ફાઈટરના વાહનને પણ આગ લગાવી દીધી હતી. આતશબાજી દરમ્યાન આશરે પાંચ ઘરોમાં આગ લાગી હતી. જ્યારે એક નાનું ફાયર એન્જિન પહોંચ્યું, ત્યારે ફાયર ફાઈટીંગ વાહન આગને કાબુમાં લેવામાં નિષ્ફળ ગયું. પરિણામે, હાજર લોકોએ ગુસ્સે થયા અને ફાયર ફાઈટર પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ઘણાં ફાયર ફાઈટર ઘાયલ થયા હતા. જો કે, મોટી પોલીસ ટુકડી આવતા પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial