Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.પ,૪૪,૬ર,૦૦૦ની રકમ બાકી છેઃ
જામનગર તા. ૨૩: જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાત નગરપાલિકા કચેરીએ સ્ટ્રીટ લાઈટ તથા વોટર વર્કસ ડિપાર્ટમેન્ટના મળી કુલ ૨૨૨ જોડાણ માટે વીજ કંપનીને રૂ।.૫ કરોડ ૪૪ લાખ ૬ર હજાર ભરવાઈ કરવાના બાકી છે તે બીલ તાકીદે ભરી આપવા વીજ કંપનીએ સૂચના આપી છે.
જામનગર સ્થિત પીજીવીસીએલ સર્કલ કચેરી દ્વારા જામનગર જિલ્લાના કાલાવડ, સિક્કા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમાવિષ્ટ ખંભાળિયા, સલાયા, ઓખા, ભાણવડ અને જામરાવલ મળી કુલ સાત નગરપાલિકાઓને તેમના બાકી વીજબીલ માટે તાકીદ કરવામાં આવી છે.
જામનગર જિલ્લાના કાલાવડની નગરપાલિકા કચેરીએ સ્ટ્રીટ લાઈટના ૩ર જોડાણ માટે રૂ।.ર.૭૬ લાખ અને વોટર વર્કસ વિભાગે ૬ કનેકશન માટે રૂ।.૮ લાખ ૮પ હજાર મળી કુલ રૂ।.૧૧ લાખ ૬૧ ભરવાના બાકી છે. જ્યારે સિક્કા નગરપાલિકાએ કુલ રૂ।.૯૩ લાખ ૩ર હજાર વીજ કંપનીને આપવાના બાકી છે.
સાતેય નગરપાલિકા દ્વારા કુલ ૧૫૦ સ્ટ્રીટ લાઈટ જોડાણ અને વોટર વર્કસના ૭ર જોડાણ મળી ૨૨૨ જોડાણના રૂ।.પ કરોડ ૪૪ લાખ ૬૨ હજાર ભરવાના બાકી છે. તે રકમ તાત્કાલિક ભરી દેવા સૂચના અપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial