Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ના.પા.ને આર્થિક નુક્સાનનો ઠરાવ પદાધિકારીઓ અને સભ્યો માટે મુશ્કેલી સર્જશેઃ
ખંભાળિયા તા. રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાની પાલિકાના સત્તાધીશો અર્થશાસ્ત્રનો સરળ સિદ્ધાંત છે કે વ્યાજબી દરે મોંઘવારી વધારો જરૂરી છે તે ના સમજતા હોય પાલિકામાં જ્યારે કોઈ કરવેરો વધારવાનું થાય ત્યારે 'ગરીબ મરી જાશે'ની કાગારોળ કરીને કરોડપતિ સદસ્યો વેરો નવો દાખલ ના થવા દેતા વર્ષોથી અત્યંત નજીવા દરે પાલિકાના ટેક્સ હોય પાલિકાની સ્થિતિ અવારનવાર તળિયાઝાટક તિજોરી અને મહિનાઓ સુધી પગાર ના ચૂકવવાની થાય છે.
અગાઉ મરજી મુજબ પાલિકા વિસ્તારમાં ભાડાપટ્ટે જમીનો, દુકાનો, હોટલો, મીલો, ઉદ્યોગો માટે તદ્ન નજીવના ભાડે હજારોના ભાડા પર હોય, ઉપરથી પ્રેસર આવતા થોડા સમય પહેલા પાલિકા દ્વારા ઠરાવ કરીને મહિને પાંચ રૂપિયા ફૂટ લેખે ભાડાપટ્ટાની જમીનો, મકાનો, દુકાનો પર ભાડું લેવાનું સર્વાનુમત્તે નક્કી થયેલું, પણ માત્ર હજારોમાં 'કરોડો'ની જમીનો વાપરતા લોકોને પેટમાં દુઃખતા માત્ર પાંચ રૂપિયા ભાડું ફક્ત માસિક છે તેમાં ફેર વિચારણા કરવા તાજેતરની જનરલ બોર્ડની મિટિંગમાં ઠરાવ કરીને આ પાંચ રૂપિયા જે માસિક છે તે વાર્ષિક કરવા ઠરાવ કરવા તજવીજ થતા અને ઠરાવ મંજુર પણ કરી લેવાતા વાડી રે વાડી દલા તરવાડી જેમ કરવેરો ઘટાડું? તો ઘટાડને ભાઈનો ઘાટ થયો છે.
એક ઉદાહરણ જોવા જેવું છે. અગાઉ ખંભાળિયા શહેરમાં ભાડાપટ્ટા પર છે તેના હજારો કરવેરો ભરવો પડતો પણ પાંચ રૂપિયા ફૂટ માસિક થતાં આ એક જ પાર્ટીને મહિને ત્રણ લાખ લેખે ૩૬ લાખ રૂપિયા વાર્ષિક કરવેરો ભરવો પડે, કેમ કે જમીનની કિંમત કરોડોની છે. એક-બે વીઘા જમીનમાં ખેડૂત તેનું ગુજરાન ચલાવે છેફ સીમમાં અને અહીં ખંભાળિયા શહેરમાં સાડાત્રણ વીઘા જમીન એક જ આસામીને ભાડા પર છે. દોઢ કરોડની દુકાનનું ભાડું પણ વીસ-પચ્ચીસ હજાર વાર્ષિક છે. આને કારણે પેટમાં દુઃખાવો થતા વર્ષે ૩૬ લાખ એક આસાીનો કટ થાય તે વર્ષે ૩ લાખ કરવા પાલિકાના 'વિકાસશીલ' મનોવૃત્તિના શાસકોએ નક્કી કર્યું છે.
નવાઈની વાત છેકે ખંભાળિયાથી નાના એવા અને કર્મચારીઓને ચોથું પગાર પંચ હાલના સાતમા પગારપંચ સમયમાં આપણા સલાયામાં ભાડાપટ્ટા જગ્યાનું ભાડુ ૧૦ રૂપિયા છે જ્યારે ખંભાળિયા તેનાથી મોટું જિલ્લાનું વડુ મથક અને પાંચ રૂપિયા તે પણ વાર્ષિક થવાના છે. તાજેતરમાં શાકમારકેટમાં માસિક ૬૦ રૂપિયા ભાડુ ૧પ૦૦ કરવામાં રપ ગણું કરવામાં ઉત્સાહિત પાલિકા શાસકોને ભાડાપટ્ટામાં સરકારના નિયમથી અડધું ભાડું કરવામાં પણ પેટમાં દુઃખે છે.
જો કે, આવો ઠરાવ કરીને પાલિકાનું આર્થિક હિત નુક્સાન કરનાર પાલિકા સત્તાધીશો સદસ્યો સામે અગાઉ ગુજરાતમાં પાલિકા શાસકોને ન.પા.ને આર્થિક નુક્સાન કરવા બદલ વ્યક્તિગત કરોડોની રીકવરી થઈ હતી તેવી રીકવરી શાસકો અને સદસ્યો પાસે થાય તો નવાઈ નહીં. તો પાલિકાના આર્થિક નુક્સાનના આ નિર્ણય બાબતે પાલિકા કલેક્ટરને ફરિયાદ થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial