Advertisement
Author: નોબત સમાચાર

એટીએમનો પાસવર્ડ બદલી ગયો હોવાનું કહી કાલાવડના યુવાન સાથે ર.૩૫ લાખની છેતરપિંડી

હિન્દી ભાષામાં બોલતા શખ્સ સહિત બે સામે નોંધાયો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: કાલાવડમાં વસવાટ કરતા અને કડિયાકામ કરતા એક યુવાનને પોણા ત્રણ મહિના પહેલાં અજાણ્યા નંબર પરથી કોલ કરનાર હિન્દીભાષી શખ્સે એટીએમનો પાસવર્ડ બદલી ગયો છે. નવો બનાવવો પડશે તેમ કહી એપીકે ફાઈલ મોકલાવ્યા પછી તેને ખોલી આ યુવાને તેમાં એટીએમના પાસવર્ડ સહિતની વિગતો ભરતા જ તેમના બેંક ખાતામાંથી બે તબક્કામાં રૂ.ર લાખ ૩૫ હજાર ઉપડી ગયા હતા. છેતરાઈ ગયેલા આ યુવાને કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ શહેરમાં આવેલી ક્રિષ્ના ટાઉનશીપમાં રહેતા અને મુળ પીઠડીયા-૩ ગામના વતની સુરેશભાઈ લાખાભાઈ વરણ કડિયાકામ કરી ગુજરાન ચલાવે છે. તેઓને ગઈ તા.૧૬ જુલાઈની સાંજે ૮૯૮૧૧ ૯૮૧૭૫ નંબરમાંથી અમિત મિશ્રા નામના અજાણ્યા શખ્સે કોલ કર્યાે હતો.

આ કોલમાં એસબીઆઈ બેંક નવી મુંબઈથી બોલતો હોવાનું કહી આ શખ્સે તમારો બેંકનો પાસવર્ડ બદલાવવામાં આવ્યો છે, નવો બનાવવો પડશે તે માટે એક ફાઈલ મોકલાવું છંુ તેના પર ક્લિક કરી ફોર્મ ભરી દેવાની હિન્દી ભાષામાં સૂચના આપી હતી. તે પછી ૮૭૯૧૬ ૩૨૮૪૧ નંબર પરથી એક એપીકે ફાઈલ મોકલાવવામાં આવી હતી.

તે ફાઈલ ખોલી સુરેશભાઈએ તેમાં બેંકનો આઈએફએસસી કોડ તેમજ એટીએમનો પાસવર્ડ વગેરે ભર્યા હતા. તે પછી બીજા દિવસે તેમના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી રૂ.૧ લાખ ૯૦ હજાર તથા રૂ.૪૫ હજાર ઉપડી ગયા હતા. તે રકમ ઉપડ્યાના બેંકમાંથી મેસેજ મળતા ચોંકી ગયેલા સુરેશભાઈએ ઉપરોક્ત બંને નંબરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યાે હતો પરંતુ સંપર્ક ન થઈ શકતા પોતે છેતરાઈ ગયાનું જણાઈ આવ્યંુ હતું. આ બાબતની ગઈકાલે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં સુરેશભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ રૂ.૨ લાખ ૩૫ હજારની રકમની છેતરપિંડી કરનાર બે મોબાઈલ નંબરના ધારક સામે બીએનએસની કલમ ૩૧૮ (૪) તથા આઈટી એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh