Advertisement
Author: નોબત સમાચાર

સમર્પિત ભાવથી તત્પર રહેવા મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, સચિવો અને ઉચ્ચ અધિકારીઓએ લીધી પ્રતિજ્ઞા

વડાપ્રધાનના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૮: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૪ વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ થયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ- મુખ્ય ચિવ વરિષ્ઠ સચિવ અને અધિકારીઓએ વડાપ્રધાને જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન- વન અને કર્મથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.

નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧થી ૨૦૨૫ સુધીની ૨૪ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર સુધી થનારા *વિકાસ સપ્તાહ*ની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ - મુખ્ય સચિવ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમમાં યોજાયેલા સામૂહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને ''ભારત વિકાસ પ્રતિજ્ઞા'' લીધી હતી.

વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન માટે મન-કર્મ-વચનથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા સૌએ કરી હતી.

મુખ્યમંત્રી અને મંત્રીઓ સાથે મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને વરિષ્ઠ સચિવશ્રીઓએ જે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી તે અક્ષરસઃ આ મુજબ છે.

હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..

મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ. હું સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ. હું મારા દેશના સમૃદ્ધ  વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ. હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ. જ્ઞાતિ,ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી,બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબદ્ધ  રહીશ. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી એ જોયેલ વિકિસત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ.  'રાષ્ટ્ર પ્રથમ'ના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh