Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામેશ્વરનગર-વિનાયક પાર્કમાં આવેલા પ્રસિદ્ધ શ્રી સિદ્ધિ વિનાયક મંદિરે આયોજનઃ
જામનગર તા. ૮: જામનગરની લાયન્સ કલબ (કવીન્સ) તથા શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતિ તેમજ વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગત તા. ૨ ઓકટોબરે બન્ને સંસ્થાના હોદેદારો તથા મહાનુભાવોના હસ્તે પૂ. મહાત્મા ગાંધીજીની તસ્વીરને પુષ્પાંજલિ સાથે સુતરની આંટી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે શહેરના રામેશ્વરનગર-વિનાયક પાર્કમાં આવેલા પ્રસિદ્ધ શ્રી સિદ્ધિ વિનાયક મંદિરમાં અંબિકા ગરબી મંડળની બાળાઓ, ગરબીના આયોજકો, મહાનુભાવો તથા સંસ્થાઓના હોદેદરો-સભ્યોની ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધી જયંતિ તથા વિજયાદશમી પર્વ ઉજવવામાં આવ્યું હતું.
લાયન્સ (કવીન્સ)ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને શ્રી શક્તિ દળ સેવા ટ્રસ્ટના સેક્રેટરી ગીતાબેન સાવલાના જન્મદિવસ નિમિત્તે તેઓને મંદિરના પૂજારી દ્વારા મંત્રોચ્ચાર કરી આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. ત્યારપછી શ્રી અંબિકા ગરબી મંડળની પચાસ જેટલી બાળાઓને ગીતાબેન સાવલા તરફથી લ્હાણી તથા નાસ્તો આપવામાં આવ્યો હતો
આ અવસરે બન્ને સંસ્થાના હોદેદારો-સભ્યો સર્વ શ્રી દર્શકભાઇ માધવાણી, ધ્રુવી સોમપુરા, જયશ્રીબેન રોહીતભાઇ જોષી, પ્રો. હસમુખ પડીઆ, એમ. યુ. ઝવેરી, દિલીપભાઇ સાવલા, વિઠ્ઠલભાઇ ધોળકીયા, માધવીબેન ભટ્ટ, ઓતમચંદભાઇ, ગીરા પરીન શાહ, સુરેશભાઇ રાડીયા, મીનાક્ષીબેન મધુભાઇ સોમપુરા, વૈશાલીબેન માધવાણી, જયશ્રીબેન વાછાણી, આરતીબેન, ઉર્મિલાબેન, સતિષભાઇ ભટ્ટ, અમીતભાઇ વિગેરેના હસ્તે ગરબી મંડળની બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી. ગરબી મંડળની બાળાઓ, વાલીઓ, સંચાલકો, આસપાસના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભ્રાન્તીબેન કારીયા, જયશ્રીબેન જોષી, ધ્રુવી રાકેશ, ધાની, નંદની સોમપુરા, ધર્વ પરીન શાહ, વિશ્વા જોષી વિગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો તથા લાયન્સના ડીસ્ટ્રીકટ ગવર્નર અભય શાહે ગીતાબેન સાવલાને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. સંચાલન રોહીતભાઇ જોષીએ તથા આભારવિધિ ભ્રાન્તીબેન કારીયાએ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial