Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૦૮ - સુર્યાસ્ત : ૬-૫૧
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૧૪ :
તા. ૦૨-૦૩-ર૦૨૬, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૦,
મુસ્લિમ રોજઃ ૧૨, નક્ષત્રઃ આશ્લેષા,
યોગઃ અતિગંડ, કરણઃ વિષ્ટિ
તા. ૦૨ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાવસાયિક બાબતે ક્યારેક કામમાં મુશ્કેલ પરિસ્થિતિ તો ક્યારેક કામમાં સરળતા રહે. તેમ છતાં વર્ષના અંતમાં આપને થોડીક રાહત જણાય. નાણાકિય બાબતે વારંવાર ખોટા ખર્ચાઓ, આકસ્મિક ખર્ચાઓને લીધે નાણાભીડનો સામનો કરવો પડે. સંતાનની કોઈને કોઈ ચિંતા રહ્યા કરે. ધર્મકાર્ય-શુભકાર્યનું આયોજન શક્ય બને.
બાળકની રાશિઃ કર્ક ૦૭:૫૨ સુધી પછી સિંહ
મિથુન સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થતી જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના મહત્ત્વના કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૧
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સામાજિક-વ્યાવહારિક કામકાજ થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને રાહત મળે. ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪
Cancer (કર્ક: ડ-હ)
નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહ્યા કરે. ખર્ચ જણાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૭
Leo (સિંહ: મ-ટ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતા રાહત અનુભવો. સંતાનના કામ થઈ શકે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૯
Virgo (કન્યા: પ-ઠ-ણ)
સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. વાદ-વિદાદ, ગેરસમજથી સંભાળવું.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૯
Libra (તુલા: ર-ત)
મહત્તવના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે. રાજકિય-સરકારી કામકાજ થઈ શકે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૬
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના અગત્યના કામમાં રૂકાવટ રહે. નાણાકિય રોકાણ-વ્યવહારના કામકાજમાં સાવધાની રાખવી. ઉતાવળ કરવી નહીં.
શુભ રંગઃ પીચ - શુભ અંકઃ ૪-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ મળી રહે.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૫-૭
Capricorn (મકર: ખ-જ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૧-૩
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામકાજનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
રાજકિય-સરકારી કામકાજમાં, ખાતાકિય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ અનુભવાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૯
સુર્યોદય : ૭-૦૯ - સુર્યાસ્ત : ૬-૫૧
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૧૩ :
તા. ૦૧-૦૩-ર૦૨૬, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૯,
મુસ્લિમ રોજઃ ૧૧, નક્ષત્રઃ પુષ્ય,
યોગઃ શોભન, કરણઃ કૌલવ
તા. ૦૧ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે ધીરજ અને શાંતિથી દિવસો પસાર કરવા પડે. માનસિક-શારીરિક સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. હતાશા-નિરાશાથી સંભાળવું પડે. વ્યાવસાયિક કામકાજમાં ઉતાવળ કરવી નહીં. થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી. મહત્ત્વના નિર્ણય લેવામાં આવેશ-ઉશ્કેરાહટથી દૂર રહેવું. વિદ્યાર્થી વર્ગને મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત થાય.
બાળકની રાશિઃ કર્ક
વૃશ્ચિક સહિત બે રાશિના જાતકોએ તન-મન-ધન-વાહનથી સંભાળવુંં. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
રાજકિય-સરકારી કામ અંંગે મિલન-મુલાકાત થઈ શકે. આપના ગણતરી-ધારણા પ્રમાણે કામ થવાથી રાહત રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૬
Cancer (કર્ક: ડ-હ)
આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. આરોગ્યની કાળજી રાખવી પડે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૫
Leo (સિંહ: મ-ટ)
આપની બુદ્ધિ-મહેનત-આવડત-અનુભવના હિસાબે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી સરળતા રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૧
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. મોસાળ-સાસરીપક્ષના કામમાં દોડધામ થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૯
Libra (તુલા: ર-ત)
આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત થાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. પરદેશના કામ થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૫
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક કામમાં પ્રતિકૂળતા જણાય.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૩-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
નોકરી-ધંધાના કામ અંગે બહારગામ જવાનું બને. આપના અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થઈ શકે છે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૮-૬
Capricorn (મકર: ખ-જ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૧
Aquarius (કુંભ: ગ-શ-સ)
સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવ જવાથી લાભ-ફાયદો જણાય. સંતાનના પ્રશ્ને દોડધામ જણાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૪
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. આપના કામમાં રૂકાવટ-મુશ્કેલી જણાય. ધીરજ અને શાંતિ રાખવા.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૩
સુર્યોદય : ૭-૦૯ - સુર્યાસ્ત : ૬-૫૦
દિવસના ચોઘડીયા
(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ
રાત્રિના ચોઘડીયા
(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૧૨ :
તા. ૨૮-૦૨-ર૦૨૬, શનિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૮,
મુસ્લિમ રોજઃ ૧૦, નક્ષત્રઃ પુનર્વસુ,
યોગઃ સૌભાગ્ય, કરણઃ બવ
તા. ૨૮ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે નાણાકિય જોખમ કરવામાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચાઓને કારણે આપને નાણાભીડનો અનુભવ થાય. યાત્રા-પ્રવાસ દરમ્યાન બહારનું ખાવા-પીવામાં તેમજ આરોગ્યની બાબતમાં આપે ખાસ ધ્યાન રાખવું પડે. નોકરી-ધંધામાં નવી તક-નવા ઓર્ડર મળે. કોઈના દોરવામાં દોરવાઈ જવું નહીં. મિત્રોનો સાથ-સહકાર મળવાથી આનંદ રહે.
બાળકની રાશિઃ કર્ક
તુલા સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. નવીન મિલન-મુલાકાત ફળદાયી રહે
Aries (મેષ: અ-લ-ઈ)
દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મિત્રવર્ગના સાથ- સહકારથી કામનો ઉકેલ આવતો જાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ થાય. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૨
Cancer (કર્ક: ડ-હ)
આપે રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં ધ્યાન રાખવું પડે. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૪
Leo (સિંહ: મ-ટ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૮
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૨
Libra (તુલા: ર-ત)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવાય. યાત્રા-પ્રવાસ થઈ શકે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૮
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા સતાવ્યા કરે.
શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૪-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. મિલન-મુલાકાત શક્ય બને.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૮
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. કોર્ટ-કચેરીના કામકાજ થઈ શકે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર પ્રાપ્ત થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું રહ્યા કરે. સ્વાસ્થ્યની ચિંતા ને કારણે કામ કરવાની ઈચ્છા ન થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૫
સુર્યોદયઃ ૦૭-૧૦ - સુર્યાસ્તઃ ૬-૫૦
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૧૧:
તા. ૨૭-૦૨-ર૦૨૬, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૭,
મુસ્લિમ રોજઃ ૦૯, નક્ષત્રઃ આર્દ્રા,
યોગઃ આયુષ્માન, કરણઃ વણિજ
તા. ૨૭ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં આપે સાવધાની રાખવી હિતાવહ છે. કોઈ પણ કામમાં આપે ઉતાવળ કરવી નહીં. આરોગ્ય ની કાળજી રાખવી પડે. આહાર વિહાર, ખાન-પાનમાં પરેજી રાખવી પડે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા ઉચાટ-ખર્ચ રહ્યા કરે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. આર્થિક સ્થિતિ સરભર બની રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
બાળકની રાશિઃ મિથુન ૨૭:૫૪ સુધી પછી કર્ક
કુંભ સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવે તેમજ મહત્ત્વના નિર્ણય લઈ શકાય
Aries (મેષ: અ-લ-ઈ)
જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. કામકાજમાં ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૭
Taurus (વૃષભ: બ-વ-ઉ)
જમીન-મકાન-વાહનના કામમાં સાનુકૂળતા મળી રહે. આપના કામની સાથે વ્યાવહારિક કામ જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૯-૩
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પરદેશના કામ થાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૬
Cancer (કર્ક: ડ-હ)
કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. વાદ-વિવાદ, ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૪
Leo (સિંહ: મ-ટ)
આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. અગત્યના કામ અંગે મુલાકાત થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૫
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કામમાં સાનુકૂળતા મળી રહે. નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સરળતા જણાય. કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૪
Libra (તુલા: ર-ત)
આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. બઢતી-બદલીના કામ થાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
જમીન-મકાન-વાહનના કામમાં આપે સાચવવું પડે. આપના કામમાં પ્રતિકૂળતા જણાય. તબિયતની કાળજી રાખવી.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૬
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ-ફાયદો થાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૪-૯
Capricorn (મકર: ખ-જ)
નોકરી-ધંધાની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભાર-શ્રમમાં વધારો થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૫
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૮
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળી ને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વ્યાવહારિક કામમાં સાવધાની રાખવી.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૯
વૃષભ સહીત ત્રણ રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં કામનું ભારણ રહે, આર્થિક તંગી દૂર થાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે ભાગ્યબળ વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે ભૂતકાળમાં કરેલ મહેનત અને કઠોર પરિશ્રમનું ફળ આપને પ્રાપ્ત થતું જણાય. આકસ્મિક ધનલાભની શક્યતા રહે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. ઋતુગત બીમારીથી પરેશાની રહી શકે છે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં રૂચિ વધતી જણાય. વડીલોપાર્જિત મિલકત અંગેના વિવાદોનો નિકાલ આવી શકે. નોકરિયાત વર્ગને કાર્યબોજ-જવાબદારીઓ વધતી જણાય. તા. ર૩ થી ર૬ સામાન્ય. તા. ર૭ થી ૧ સારી.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે કામનું ભારણ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના શિરે એકથી વધારે જવાબદારીઓ આવી જવાને કારણે કાર્યભારનો અનુભવ થાય. માનસિક થાક અનુભવાય. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને નિવારવા સક્ષમ બનશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. તબિયત અંગે કાળજી રાખવી જરૂરી બને. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું. તા. ર૩ થી ર૬ કાર્યબોજ વધે. તા. ર૭ થી ૧ માન-સન્માન.
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન શત્રુ વિરોધીઓથી નુક્સાન થવાની સંભાવના જણાય છે, જેથી સચેત તથા સતર્ક રહેવું આવશ્યક બની રહે. નોકરિયાત વર્ગે કાર્યક્ષેત્રે પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવવું. આર્થિક બાબતે આપ સક્ષમ અને સુદૃઢ બની શકો. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય. રોકાયેલા નાણા પરત મળતા રાહત અનુભવાય. તા. ર૩ થી ર૬ સામાન્ય. તા. ર૭ થી ૧ સારી.
Cancer (કર્ક: ડ-હ)
તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની નાણાકીય સ્થિતિ હાલક-ડોલક થતી જણાય. બિનજરૂરી ખર્ચ ટાળવાથી આર્થિક આયોજનને ખોરવાતું બચાવી શકશો. આરોગ્યમાં સુધાર આવતો જોવા મળે. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સહકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધારવાનો અવસર મળે. શત્રુ વિરોધીથી સાચવવું. તા. ર૩ થી ર૬ નાણાભીડ. તા. ર૭ થી ૧ પ્રવાસ.
Leo (સિંહ: મ-ટ)
આપના માટે નવી પ્રવૃત્તિઓનું નિર્માણ કરતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ કોઈ નવી કાર્યરચના કે કોઈ નવી પ્રગતિ સાથે જોડાઈ શકો છો. વ્યાવસાયિક યોજનાનું અમલીકરણ થાય. આર્થિક સ્થિતિ મધ્યમ રહેવા પામે. જાહેરજીવન-સામાજિક ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે સમય શુભ બની રહે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. ઘર-પરિવારમાં નાના-મોટા વાદ-વિવાદ થઈ શકે છે. સંતાન બાબતે ચિંતા રહે. તા. ર૩ થી ર૬ નવીન કાર્ય થાય. તા. ર૭ થી ૧ મિશ્ર.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
તમારા માટે આરોગ્ય સુખાકારી સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપનું બગડેલું સ્વાસ્થ્ય ફરી સુધરતું જણાય. શારીરિક તથા માનસિક રીતે આપ પ્રફૂલ્લિત બની રહેશો. આપની કાર્ય ક્ષમતામાં વધારો થતો જોવા મળે. વેપાર-ધંધામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શકશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે વિરોધીઓથી સાવધ રહેવું. ઘર-પરિવારમાં વાતાવરણ એકંદરે શાંત રહે. ભાઈ-ભાંડુનો સાથ-સહકાર મળી રહે. અણબનાવ દૂર થાય. તા. ર૩ થી ર૬ સ્વાસ્થ્ય સુધરે. તા. ર૭ થી ૧ સામાન્ય.
Libra (તુલા: ર-ત)
આપના માટે યશ-કીર્તિ વધારનારૂ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન રાજકીય-સામાજિક ક્ષેત્રે આપના માન-મોભામાં વધારો થતો જોવા મળે. આપની લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જણાય. નાણાકીય સ્થિતિ એકંદરે નબળી રહે. સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરવા આકર્ષાતા જણાવ. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. સ્વાસ્થ્ય બાબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી. યાત્રા-પ્રવાસ સુખદાયક પૂરવાર થાય. તા. ર૩ થી ર૬ માન-સન્માન. તા. ર૭ થી ૧ સ્વાસ્થ્ય સાચવવું.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
તમારા માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થતા રાહત અનુભવી શકશો. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ નરમ-ગરમ રહે. સ્વાસ્થ્ય લાભપ્રદ રહે. સામાજિક-રાજકીય ક્ષેત્રે સંકળાયેલા જાતકોને શત્રુ વિરોધીઓ ઉપર વિજય પ્રાપ્ત થાય. વડિલોપાર્જિત મિલકત અંગેના પ્રશ્નો ગૂંચવાતા જણાય. તા. ર૩ થી ર૬ ઉત્સાહવર્ધક. તા. ર૭ થી ૧ વિવાદ ટાળવા.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના માટે કાર્યક્ષેત્રે સફળતાદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્યક્ષેત્રે સફળતાના દ્વારો ખૂલતા જણાય. આપે કરેલ મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. કોઈ નવીન કાર્ય કે યોજનાને અમલમાં મૂકવા માટે સમય શ્રેષ્ઠ જણાય છે. પારિવારિક ક્ષેત્રે માતા-પિતા કે વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે. માનસિક દૃષ્ટિએ ચિંતા-ઉદ્વેગ રહે. શત્રુ વિરોધીઓ નબળા પડતા જણાય. યાત્રા-પ્રવાસ થાય. તા. ર૩ થી ર૬ લાભદાયી. તા. ર૭ થી ૧ યાત્રા-પ્રવાસ.
Capricorn (મકર: ખ-જ)
તમારા માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને કોઈ શુભ સમાચાર સાંભળવા મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાયમાં પ્રગતિના દર્શન કરી શકો. ગૃહસ્થ જીવનમાં નાના-મોટા મતભેદ થઈ શકે છે. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત થાય. તા. ર૩ થી ર૬ શુભ. તા. ર૭ થી ૧ સફળતાદાયક.
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો ખર્ચ કરવા માટે આપ આકર્ષાઈ શકો છો. આર્થિક ક્ષેત્રે નાણાભીડનો સામનો કરવો પડી શકે છે. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ અંત આવતા આપની માનસિક ચિંતા હળવી બને. જમીન-મકાન-મિલકતને લગતા પ્રશ્નો ઉકેલાતા જણાય. નોકરિયાત વર્ગને કાર્યસફળતા મળે. તા. ર૩ થી ર૬ ખર્ચાળ. તા. ર૭ થી ૧ સારી.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
તમારા માટે સંભાળ તથા શાંતિથી કાર્ય કરવા સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય ક્ષેત્રે નાની-મોટી ઉથલ-પાથલ થવાની સંભાવના જણાય છે. લોભામણી તથા લાલચભરી વાતોથી અળગા રહેવું. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ વિશેષ ધ્યાન રાખવું. ઘર-પરિવારમાં વાતાવરણ શાંત અને સુખમય રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. ધાર્મિક કે માંગલિક કાર્યોમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થાય. તા. ર૩ થી ર૬ શુભ. તા. ર૭ થી ૧ સંભાળ રાખવી.
વૃશ્ચિક સહીત બે રાશિને આવનારા સપ્તાહમાં કાર્યોમાં સાવધાની રાખવી, આર્થિક તંગી રહે
Aries (મેષ: અ-લ-ઈ)
તમારા માટે તબિયત સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આરોગ્ય આપનું સાથ છોડતું જણાય. ખાન-પાન, આહાર-વિહારમાં સાવધાની રાખવી આવશ્યક બની રહે. વેપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી શક્ય બને. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના-કીર્તિ પરત મેળવી શકશો. ભાઈ-બંધુ સાથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ આવી શકશે. મિત્રથી લાભ થાય. વડીલ વર્ગની સલાહ કારગત સાબિત થાય. વિદ્યાર્થી વર્ગને મહેનત વધારવી પડે. તા. ૧૬ થી ૧૯ સ્વાસ્થ્ય સાચવવું. તા. ર૦ થી રર સારી.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન પરિસ્થિતિ આપના પક્ષમાં આવી શકે છે. વ્યાપાર-ધંધા-વ્ય્વસાય ક્ષેત્રે આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો ધીમી ગતિએ સુધારો જોવા મળે. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ ઉગ્ર બને. જીવનસાથી સાથે નજીવી બાબતે વિવાદ થાય. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. જમીન-મકાન અંગેના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં સફળતા મળે. તા. ૧૬ થી ૧૯ તણાવ રહે. તા. ર૦ થી રર લાભદાયી.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાભ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ધાર્યો લાભ પ્રાપ્ત થતા ઉત્સાહમાં વધારો થતો જોવા મળે. લાંબા સમયથી ચાલી આવતી મંદીની અસરમાંથી મુક્તિ મેળવી શકશો. નાણાકીય સ્ત્રોતો મેળવવાનો માર્ગ મોકળો થતો જણાય. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડામાડોળ થતું જણાય. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હશે તો તેનો નિકાલ લાવી શકશો. જાહેરજીવન ક્ષેત્રે મહત્ત્વની કામગીરી થકી માન-સન્માન મળે. તા. ૧૬ થી ૧૯ વિવાદ ટાળવા. તા. ર૦ થી રર લાભદાયી.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે માનસિક શાંતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના પરિવારજનો-સ્નેહીજનો સાથે આનંદપૂર્વક પસાર કરી શકો. આપની માનસિક સ્થિતિ પ્રસન્નતાભરી રહેવા પામે. ઘર-પરિવાર માટે સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો વ્યય થાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ સાવધાનીપૂર્વક વ્યવહાર કરવો. તા. ૧૬ થી ૧૯ લાભદાયી. તા. ર૦ થી રર આનંદદાયી.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે પારિવારિક કાર્યો કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરવા આપ તત્પર બનશો. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદથી આપની મનોકામના પૂર્ણ કરી શકશો. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. નાણાકીય સ્થિતિ લથડતી જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. જાહેરજીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. યાત્રા-પ્રવાસ આનંદદાયી પૂરવાર થાય. તા. ૧૬ થી ૧૯ સ્વાસ્થ્ય સુધરે. તા. ર૦ થી રર પારિવારિક કાર્ય થાય.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે નફા-નુક્સાનભર્યો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક સ્થિતિ મધ્યમ બની રહે. પારિવારિક ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બની રહે. વડીલ વર્ગ, માતા-પિતા, સ્નેહીજનોના સ્વાસ્થ્ય બાબતે ખર્ચ થાય. સામાજિક તથા જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકો માટે કાર્યપ્રગતિ થાય. મહત્ત્વના કાર્યોમાં સમય સફળતાદાયક બની રહે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ૧૬ થી ૧૯ મધ્યમ. તા. ર૦ થી રર ખર્ચાળ.
Libra (તુલા: ર-ત)
તમારા માટે સામાજિક કાર્યો કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે મિલન-મુલાકાતના પ્રસંગો બને. માન-સન્માનમાં વધારો થાય. આપના કાર્યો-પ્રયાસોને બિરદાવવામાં આવે. ધંધા-વ્યવસાય ક્ષેત્રે પરિસ્થિતિ સામાન્ય રહેવા પામે. ધાર્યો લાભ મેળવવા માટે હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. કૌટુંબિક ક્ષેત્રે સ્નેહીજનો તરફથી સાથ-સહકાર પ્રાપ્ત કરી શકશો. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. ૧૬ થી ૧૯ સામાજિક કાર્યો. તા. ર૦ થી રર મિશ્ર.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ અગત્યના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. કલ્પના અને હકીકતની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ-સંતાન અંગે ચિંતા હશે તો તે દૂર થવા લાગશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. તા. ૧૬ થી ૧૯ આરોગ્ય સુધરે. તા. ર૦ થી રર સાવધાની રાખવી.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે નાણાભીડનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આર્થિક વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી. આકસ્મિક કે અણધાર્યા ખર્ચ થવાની પૂર્ણ શક્યતા છે. નિશ્ચિત આયોજન બનાવી કામ લેશો તો ફાયદો રહેશે. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હલ થતા જણાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા સાંભળવા મળે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે સુખદ પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળતા જણાય. નાણાકીય પરિસ્થિતિ મજબૂત બનતા માનસિક રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ થઈ શકે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં વખાણ સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગ માટે ઈચ્છિત પરિણામ મેળવવા મહેનત કરવી પડે. યાત્રા-પ્રવાસ ફળદાયી નિવડે. તા. ૧૬ થી ૧૯ સુખદ. તા. ર૦ થી રર આરોગ્ય સાચવવું.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે મધ્યમ પ્રકારનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન પારિવારિક ક્ષેત્રે માતા-પિતા-વડીલ વર્ગથી લાભ થાય. વ્યાપાર-ધંધામાં વાતાવરણ શુષ્ક જણાય. આર્થિક બાબતે નાણાકીય તંગીનો અનુભવ થાય. હાલ મોટા આર્થિક રોકાણને મુલતવી રાખવા યોગ્ય રહેશે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે. જુના રોગોમાંથી મુક્તિ મળતા રાહતનો અનુભવ થાય. સાંસારિક જીવનમાં એકમેકનો સહકાર મળી રહે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાચવવું. તા. ૧૬ થી ૧૯ નાણાભીડ. તા. ર૦ થી રર સાનુકૂળ.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે આકસ્મિક લાભનો યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન લાંબા સમયનું આર્થિક રોકાણ શક્ય બને. આપને કોઈને કોઈ આકસ્મિક નાણાકીય લાભ થવાની શક્યતા જણાય છે. અધુરા રહેલા પારિવારિક કાર્યો પૂરા કરી શકશો. સ્વજનો સાથે સમય મજાનો પસાર થાય. વાદ-વિવાદ, મતભેદ હશે તો દૂર કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે તબિયત નરમ-ગરમ રહેવા પામે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત થાય. તા. ૧૬ થી ૧૯ લાભદાયી. તા. ર૦ થી રર સ્વાસ્થ્ય સાચવવું.