Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીઆઈડીસીમાંથી બે વર્લીબાજ ઝબ્બેઃ
જામનગર તા. ૬: જામનગરના સરમત ગામના પાટીયા પાસેથી પોલીસે શનિવારે રાત્રે ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને પકડી પાડ્યો છે. તેણે સાગરિતનું નામ આપ્યું છે. દરેડ જીઆઈડીસી ફેસ-૩માંથી બે શખ્સ વર્લીના આંકડા લખતા મળી આવ્યા છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સરમત ગામના પાટીયા પાસે આર્ય ભગવતી સોસાયટીના ખૂણા પર શનિવારની રાત્રે જાહેરમાં એક શખ્સ ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમી પરથી સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી નાઘેડી ગામનો સાગરસિંહ પ્રવિણસિંહ ચુડાસમા નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ પોતાના મોબાઈલમાં એક આઈડી પરથી આઈપીએલની ટી-ટવેન્ટી મેચનો સટ્ટો રમતો હતો. પોલીસે તેના કબજામાંથી રૂ।.૧૩૦૦ રોકડા તથા રૂ।.૭૦૦૦નો મોબાઇલ કબજે કરી ગુન્હો નોંધ્યો છે. આ શખ્સે પોતાના સાગરીત જામનગરના ભરતસિંહ ચુડાસમાનું નામ આપ્યું છે. જામનગરના દરેડ જીઆઇડીસી ફેસ-૩માં શનિવારે સાંજે જાહેરમાં ઊભા રહી વરલીના આંકડા લખતા ધર્મેન્દ્રસિંહ ભીખુભા જાડેજા તથા સુરેન્દ્રકુમાર ઓમપ્રકાશ દીક્ષિત નામના બે શખ્સને પોલીસે પકડી પાડી રૂ।.૨૭૦૦ રોકડા તથા વરલી મટકાનું સાહિત્ય કબજે કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial