Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કોંગ્રેસે પ્રથમ યાદીમાં ૧૮ ઉમેદવારના નામ જાહેર કર્યા

મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં ગતિવિધિ તેજ બની છે, અને 'આપ' અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પોતાની પ્રથમ યાદીમાં ૧૮ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં વોર્ડ નંબર ર મા મહિપાલસિંહ અશોકસિંહ જાડેજા, વોર્ડ નં. ૩ મા ભાવેશભાઈ બાબુભાઈ પરમાર અને ભારદ્વાજ વિપુલભાઈ મહેતા, વોર્ડ નંબર ૪ મા કવિતાબેન મહેશકુમાર ડાભી, રચનાબેન એસ. નંદાણિયા અને જાડેજા હરેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ, વોર્ડ નંબર પાંચમા જીતુદાન પ્રતાપદાન ગઢવી, વોર્ડ નંબર ૧ર મા સારાબેન મકવાણા, અસ્લમભાઈ મહંમદભાઈ સોરા, વોર્ડ નંબર ૧૩ મા શબાનાબેન અસ્લમભાઈ દરજાદા, ધવલભાઈ નંદા, વોર્ડ નંબર ૧પ મા મરિયમબેન કાસમભાઈ સુમરા, મનોજભાઈ પરબતભાઈ ચોવટિયા અને આનંદભાઈ રામજીભાઈ રાઠોડ, જ્યારે વોર્ડ નંબર ૧૬ મા મિતલબેન રાજીવભાઈ વાઘેલા, ક્રિષ્નાબેન જયેશભાઈ દોમડિયા, હશનભાઈ અલીમામદ ખફી તથા અતુલભાઈ વિરલભાઈ ભંડેરીનો સમાવેશ થાય છે.

આમ ૬૪ બેઠકમાંથી કોંગ્રેસે ૧૮ નામો જાહેર કર્યા છે. બાકીના ૪૬ ઉમેદવારોની યાદી હવે પછી જાહેર થશે.

આમ આદમી પાર્ટીએ પણ અગાઉ બે યાદી જાહેર કરી આપી છે, જ્યારે ભાજપ દ્વારા હજુ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh