Advertisement
Author: નોબત સમાચાર

ઈરાન પર ભયાનક પેકેજ સ્ટ્રાઈકની અમેરિકાની તૈયારી

અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથે પેન્ટાગોન બ્રિફીંગમાં કરી ઘોષણા

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૨૦: ઈરાન ઉપર મહાભયાનક હુમલાની તૈયારી હોવાની ઘોષણા કરીને અમેરિકી સંરક્ષણ મંત્રીએ સનસનાટી મચાવી છે. અને કહ્યું છે કે, ઈરાનને આજે સૌથી મોટા હુમલાનો સામનો કરવો પડશે. સૌથી મોટા આમંત્રણને પેકેજ સ્ટ્રાઈક ગણાવતા તેમણે કહ્યું કે અમેરિકા યુદ્ધ નિર્ણાયક રીતે જીતી રહ્યું છે. ઈરાનનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. યુદ્ધ અમેરિકી શરતે સમાપ્ત થશે.

અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રક્ષામંત્રી પીટ હેગસેથે પેન્ટાગોન બ્રીફિગ દરમિયાન ઈરાન પર અત્યાર સુધીના સૌથી મોટા પેકેજ સ્ટ્રાઈકની જાહેરાત કરીને સનસનાટી મચાવી દીધી છે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહૃાું છે કે, અમેરિકા આ યુદ્ધ નિર્ણાયક રીતે જીતી રહૃાું છે અને દુશ્મનોનો શિકાર કરી રહૃાું છે. અત્યાર સુધીમાં અમેરિકાએ ઈરાનના સૈન્ય માળખા અને વ્યૂહાત્મક સ્થાનો પર ૭,૦૦૦ થી વધુ લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. આ કોઈ નાની કાર્યવાહી નથી, પરંતુ ભારે બળનો સચોટ ઉપયોગ છે. હેગસેથે ઉમેર્યું કે, આજે રાત્રે ઈરાન પર ફરીથી મોટો હુમલો થશે. અમે ઉપરથી મોત અને તબાહી વરસાવી રહૃાા છીએ અને આ જંગ અમારી શરતો પર જીતી રહૃાા છીએ.

યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે ઈરાન યુદ્ધ અને ઓપરેશન એપિક ફયુરી અંગે એક મોટી જાહેરાત પણ કરી હતી. તેમણે કહૃાું કે અમે તેમનો પીછો કરી રહૃાા છીએ અને તેમને મારી રહૃાા છીએ. ઈરાન પર આજે સૌથી મોટો પેકેજ હુમલો થવા જઈ રહૃાો છે. તેમણે ઉમેર્યું કે પ્રેસમાં કેટલાક લોકો ઇચ્છે છે કે ટ્રમ્પ નિષ્ફળ જાય, પરંતુ આપણે યુદ્ધ જીતી રહૃાા છીએ.

ઈરાનની પરિસ્થિતિ અંગે, તેમણે કહૃાું, ઈરાનીઓ હજુ પણ ગોળીબાર કરશે. અત્યાર સુધી, અમે ઈરાનમાં ૭,૦૦૦ થી વધુ લક્ષ્યો અને તેના લશ્કરી માળખા પર હુમલો કર્યો છે. આ કોઈ નાનો હુમલો નથી - આ ચોકસાઈ સાથે જબરદસ્ત બળનો ઉપયોગ છે.

ઈરાનના ઈસ્લામિક દુશ્મનો વિશે તેમણે કહૃાું, ઈસ્લામિક દુશ્મનનું નામ આપો - સુન્ની કે શિયા. કારણ કે આ શિયા શાસન છે, ઈરાન બંનેને આશ્રય આપવા તૈયાર છે. જ્યાં સુધી કોઈપણ જૂથ અમેરિકનોને મારવાનો પ્રયાસ કરે છે, ત્યાં સુધી ઈસ્લામિક વિશ્વમાં દુશ્મનનો દુશ્મન તેમનો મિત્ર છે. તેથી ઈરાન અમેરિકનોને નિશાન બનાવી રહૃાું છે - ઈરાક, અફઘાનિસ્તાન અથવા સમગ્ર વિશ્વમાં - અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ એવા શાસનને સહન કરશે નહીં જે પરમાણુ ક્ષમતાની નજીક પહોંચી રહૃાું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh