Advertisement
Author: નોબત સમાચાર

સામુ જોવાની બાબતે પાંચહાટડી પાસે યુવાન પર ચાર શખ્સ દ્વારા કરાયો હુમલો

છરી, ધોકો, તવીથો ઝીંકી ઈજા કરાઈઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૨૦: જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં પાંચ હાટડી પાસે નાસ્તાની રેંકડી ચલાવતા એક શખ્સ તથા તેના ત્રણ સાગરિતે બુધવારની રાત્રે એક યુવાન પર છરી, ધોકા, તાવીથા, ઝારાથી હુમલો કરી માર માર્યાે હતો. સામે જોવાની બાબતે બોલાચાલી થયા પછી હુમલો કરાયાનું ફરિયાદમાં જણાવાયું છે.

જામનગરના ઘાંચીવાડ પાસે મોટી મસ્જિદ નજીક વસવાટ કરતા ફૈઝાન ફારૂકભાઈ પરમાર નામના યુવાન બુધવારની રાત્રે બારેક વાગ્યે કાલાવડ નાકા પાસે આવેલા પાંચ હાટડી વિસ્તારમાં મન્નત કોમ્પલેક્ષ નજીક નાસ્તાની એક રેંકડી પાસેથી નીકળ્યા ત્યારે આવેશ રસીદભાઈ દેખાન ઉર્ફે અર્શ નામના શખ્સે ફૈઝાનભાઈના કાકાને ફોન કરીને કહ્યું હતું કે, તમારો ભત્રીજો ફૈઝાન મારી સામે કતરાઈને જોવે છે.

આ બાબતે ફૈઝાનને તેના કાકાએ ઠપકો આપ્યા પછી ફૈઝાન તથા તેના મિત્રો એક રેંકડીએ નાસ્તો કરવા જતાં તે બાબતની વાતચીત થયા પછી આવેશના ભાઈ સરતાઝ રશીદભાઈએ ગાળો ભાંડી હતી અને ઝાકીર મકરાણી નામના શખ્સે નાસ્તો તળવા માટે રાખેલો ઝારો ઝીંકી દીધો હતો. આ વેળાએ તેજીબ ખેરાણીએ છરી કાઢી તેનો પડખામાં છરકો કર્યાે હતો. તે દરમિયાન આવેશ ધોકો લઈને ધસી આવ્યો હતો અને સરતાઝે તાવીથાથી હુમલો કર્યાે હતો. આ યુવાનને ધોકાવી નાખી ચારેય શખ્સ નાસી ગયા હતા અને જતા જતા આવેશે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સિટી એ ડિવિઝનમાં ગઈકાલે બપોરે ફૈઝાને ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh