Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુ.એ.ઈ.માં એ.આઈ.નો ઉપયોગ કરી સોશ્યલ મીડિયામાં
દુબઈ તા. ૧૬: યુએઈમાં ૧૯ ભારતીયો સહિત ૩૫ લોકોની ધરપકડના આદેશ થયા છે. યુએઈમાં સોશિયલ મીડિયા પર ફેક સમાચાર ફેલાવનારા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે. જેમાં મહત્તમ ભારતીયો હોવાથી આબરૂના કાંકરા થાય તેવુ કૃત્ય હોવાના પ્રત્યાઘાતો મળ્યા છે.
અમેરિકા અને ઈઝરાયલે જ્યારથી ઈરાન સામે યુદ્ધ છેડ્યું છે ત્યારથી માત્ર અમેરિકા અને ઈઝરાયલ જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશો આ યુદ્ધનો પ્રકોપ ઝેલી રહૃાા છે. જેમાં યુએઈ પણ છે.
યુએઈમાં મોટી સંખ્યામાં ભારતીયો વસેલા છે. ત્યાંથી એક એવા સમાચાર આવ્યા છે જે ભારતીયોની શાખ પર બટ્ટો લગાડે તેવું છે. યુએઈએ સોશિયલ મીડિયા પર ફેક સમાચાર ફેલાવનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે જેમાં ૧૯ ભારતીયો સહિત ૩૫ લોકોની ધરપકડનો આદેશ આપ્યો છે.
મળતી માહિતી મુજબ એવો આરોપ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવા વીડિયો અને પોસ્ટ શેર કરાયા જેમાં ભ્રામક જાણકારી અપાઈ અથવા તો એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફેક વીડિયો તૈયાર કર્યા. આવા ગંભીર આરોપસર યુએઈ પ્રશાસને કુલ ૩૫ લોકોની ધરપકડના આદેશ આપ્યા જેમાંથી ૧૯ ભારતીયો છે. હાલ મીડિલ ઈસ્ટમાં ખૂબ તણાવનો માહોલ છે. અત્રે જણાવવાનું કે હાલ યુદ્ધના માહોલમાં સોશિયલ મીડિયા યૂઝર્સ પર જાણે ચોકીપહેરો છે. યુએઈના એટોર્ની જનરલ ડો. હમદ સૈફ અલ શમ્સે જણાવ્યું કે દેશમાં ડિજિટલ પ્લેટફોર્મ્સની કડક નિગરાની થઈ રહી છે. તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર એવા એવા વીડિયો શેર કરતા હતા કે જનાથી દેશમાં ડર અને ભ્રમનો માહોલ ફેલાઈ શકે તેમ હતો. અધિકારીઓના જણાવ્યાં મુજબ અલગ અલગ આરોપ પ્રમાણે આ લોકોને ત્રણ અલગ અલગ કેટેગરીમાં વહેચવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial