Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાક ઉપડી ગયા પછી સર્વે થાય તો તેમાં જમીનના ઢેંફા જ આવે ને?
ખંભાળિયા તા. ૬: ગુજરાત કિસાન કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખીને ખેતરમાં પાક ઊભો હોય ત્યાં સુધીમાં સેટેલાઈટ ક્રોપ સર્વેની માગણી કરી છે.
ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ તથા દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને હાલ ટેકાના ભાગે ચાલતા રજિસ્ટ્રેશન સંદર્ભમાં સેટેલાઈટ ક્રોપ સર્વે ઈમેજ તાકીદે કરવા માગ કરી છે.
ખેતરોમાં પાક નીકળી ગયા પછી સેટેલાઈટ ક્રોપ સર્વેનો કંઈ મતલબ નથી છતાં અગાઉ ચણા, રાયડો તથા તુવેરના ૮૭ હજાર રજિસ્ટ્રેશન સરકારે રદ કર્યા હતાં કે રજિસ્ટ્રેશન થયું પણ સેટેલાઈટ ક્રોપ સર્વેમાં કંઈ નથી આવ્યું. પાક નીકળી ગયા પછી સેટેલાઈટનો સર્વે થાય તો પાક ના આવે જમીનના ઢેંફા જ આવે ને?
અગાઉ આવી રીતે ચણા, રાયડો, તુવેરની જેમ મગફળી, સોયાબીન, મગ, અડદના રજિસ્ટ્રેશન રદ્ ના કરવામાં આવે તેવી માગ કરી છે.
તલાટીનો વાવેતરનો દાખલો હોય તો પછી રજિસ્ટ્રેશન રદ શા માટે? ખેરખર વાવેતર ઊભું હોય ત્યારે તલાટીનો દાખલો આપેલો હોય ત્યારે જ સેટેલાઈટ ક્રોપ સર્વે થવો જોઈએ. ખેત પાક નીકળી ગયા પછી સેટેલાઈટ સર્વેના નાટકો બંધ કરવા તથા સાચા અર્થમાં ખેડૂતોના હિતનું કાર્ય કરવાની માગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial