Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત
ખંભાળિયા તા.૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ ઉપક્રમે દ્વારકામાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી, જેમાં વૈદિક મંત્રોચ્ચાર, શ્લોકના ઉચ્ચારણ સાથે સંસ્કૃત ભાષા પ્રેમી, સંસ્કૃત વિદ્યાર્થીઓ તથા લોકો જોડાયા હતાં.
રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા નગર ખાતે રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. રેલીને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દ્વારકા નગરપાલિકાનાથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી, જે મટુકી ચોક, હોમગાર્ડ ચોક, તીન બત્તી ચોક, જોધા માણેક ચોક થઈ દ્વારકાધિશ મંદિર સુધી સંસ્કૃત ગાન અને સંસ્કૃત ગૌરવ સૂત્રોચાર સાથે યોજાઈ હતી. આ યાત્રામાં ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને સેંકડો નાગરિકો જોડાયા હતાં.
વિદ્યાર્થીઓ પ્રાચીન આશ્રમના ઋષિ મુનિઓ, શિષ્યો વગેરેના વિવિધ વેશભૂષામાં રેલીને શોભાવી હતી. રેલીમાં પ્રાચીન ગુરુકુલ કેળવણીનો ભવ્ય વારસો, ભગવાનના વિવિધ અવતારો, ભગવાન નારાયણ અને પરિવાર, મહાભારત, ભગવદ્ ગીતા થીમ આધારિત ૫ ટેબ્લો નગરવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. બાળકો દ્વારા બેન્ડ અને સ્પીકર સાથે સંસ્કૃત ગૌરવ યાત્રામાં શ્લોકગાન, ગૌરવ સુત્રોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. રેલીમાં સંસ્કૃતનો પ્રચાર કરતાં વિવિધ ચિત્રો અને બેનરો સાથે બાળકોએ નગરજનોનું ધ્યાન ખેંચ્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારી અમોલ અવતે, નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, દ્વારકાધીશ સંસ્કૃત એકેડમીના ડો. (પ્રા) જયપ્રકાશનારાયણ દ્વિવેદીજી, જિલ્લા શિક્ષણ અધિકારી એચ.આર.જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ તથા શિક્ષકો, વિદ્યાર્થીઓ, નગરજનો અને સંસ્કૃત ભાષા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાાં હતાં.
નોંધનીય છે કે, રાજ્ય સરકાર પ્રેરીત સંસ્કૃત ગૌરવયાત્રાની ત્રિદિવસીય ઉજવણીમાં પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા, બીજા દિવસે સંસ્કૃત સંભાષણ દિન અને ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિનનું આયોજન છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકો અને યુવાનોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ વધારવાનો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial