Advertisement
Author: નોબત સમાચાર

ટી-૨૦ વર્લ્ડકપનું એલઈડી દ્વારા જીવંત પ્રસારણઃ ભારતની જીત પછી ઢોલ ઢબૂક્યા

ટીમ ઈન્ડિયાના ચોગ્ગા-છગ્ગા અને ન્યુઝીલેન્ડની ટપોટપ વિકેટોની મજા માણી

                                                                                                                                                                                                       

ખંભાળિયા તા. ૯: ગઈકાલે ટી ટવેન્ટી વર્લ્ડકપની ફાઈનલ મેચ હોય આગલા દિવસથી જ ખંભાળિયા શહેરમાં અનેક સ્થળે મોટા પડદા પર મેચ જોવા રસીકો સાંજથી જ એકઠા થઈ ગયા હતા તથા શરૂઆતમાં ઓપનર ખેલાડીઓની જોરદાર રમત અને ચોગ્ગા-છગ્ગા પછી ન્યુઝીલેન્ડની વિકેટો પડતા એક તરફી ભાજપ વિજેતા મેચ થઈ જતા વિજયોત્સવની તૈયારીઓ સાથે વીસ ઓવર પૂર્ણ થયાની રાહ જોતા ક્રિકેટપ્રેમીઓ ફટાકડાની થેલીઓ, પેંડાની મીઠાઈના પેકેટ, રોકેટની થેલી તથા ઢોલ-નગારા સાથે તૈયાર થઈ ગયા હતા અને નવમી વિકેટ પડતા જ નગારા સાથે અભિનંદન આપી આકાશમાં આતશબાજી કરી વિજયોત્સવ મનાવવા લોકો ઉમટી પડ્યા હતા તથા કલાકેક સુધી આકાશમાં ફટાકડા ફૂટતા રહ્યા હતા તથા આનંદમાં આવીને ડીજે ઢોલ સાથે ડાન્સ કરતા યુવાનો શહેરમાં નીકળ્યા હતા તથા ભારતનો વિજયનાદ કરતા હતા.

ખંભાળિયામાં લાલપુર બાયપાસ ચોકડી પાસે મહાદેવ પેટ્રોલિયમના સૌજન્યથી પૂર્વ ભાજપ જિલ્લા મહામંત્રી રસીકભાઈ જામ દ્વારા વિશાળ એલઈડી પડદા પર મેચનું લાઈવ પ્રસારણ ગોઠવાયું હતું. જેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

અગ્રણી ડો. અમિતભાઈ નકુમ, ભાજપ જિલ્લા પૂર્વ મહામંત્રી ભરતભાઈ ગોજીયા, રસીકભાઈ નકુમ, મંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તો ક્રિકેટ શોખીન પ્રૌઢો તથા વૃદ્ધોએ પણ પેંડા ખવડાવી ભારતની રેકોર્ડરૂપ ત્રીજા વિશ્વકપ જીતને વધાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh