Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આયોજનઃ
લાલપુર તા. ૯: લાલપુર પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા એસ.પી. ડો. રવિ મોહન સેનીના અધ્યક્ષ સ્થાને લોકદરબાર યોજાયો હતો. કાર્યક્રમમાં પોલીસ તંત્ર તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા.
એસ.પી. ડો. રવિ મોહન સેનીએ લોકદરબારમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે ગામડાઓમાં અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનું યોગ્ય રજીસ્ટ્રેશન કરવું ખૂબ જ જરૂરી છે. બહારથી આવતા વ્યક્તિઓનું પૂર્ણ નામ અને સરનામું નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવવાથી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં મદદ મળશે અને જરૂર પડ્યે અન્ય રાજ્યો સાથે સંકલન કરીને તપાસ સરળ બની શકશે. તેમજ ગામડાઓમાં સુરક્ષા વધારવા માટે દરેક ગામમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા માટે પણ તેમણે સૂચન આપ્યું હતું, જેથી કોઈપણ શંકાસ્પદ હલચલ પર ઝડપથી નજર રાખી શકાય.
આ લોકદરબારમાં એ.એસ.પી. પ્રતિભા, પી.આઈ. ગરચર, લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાગીયા, લાલપુર સરપંચ જયેશભાઈ તેરૈયા, જિલ્લા ભાજપ મંત્રી રામલાલ વરાણિયા, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ ચાવડા હીરજીભાઈ, પૂર્વ સરપંચ સમીરભાઈ ભેસંદડિયા, જિલ્લા પોલીસ સલાહકાર સભ્ય પોલાભાઈ ફળદુ, માર્કેટ યાર્ડ ચેરમેન કાનાભાઈ આંબલીયા, સરપંચ એસોસિએશન પ્રમુખ જયુભા જાડેજા સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, માર્કેટ યાર્ડ ડાયરેક્ટરો, લાલપુર તાલુકાના સરપંચો, ગ્રામ પંચાયત સભ્યો, વેપારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહૃાા હતા. લોકદરબાર દરમિયાન લોકોની સમસ્યાઓ સાંભળી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial