Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કનસુમરાના યુવાને પોલીસમાં ફરિયાદ કરીઃ
જામનગર તા. ૯: જામનગરના કનસુમરામાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા એક યુવાનને થોડા વખત પહેલાં એક પરિણીતા સાથે પ્રેમસંબંધ બંધાયા પછી આ પરિણીતા પતિને છોડીને આ યુવાનના સાધના કોલોની સ્થિત મકાનમાં રહેવા આવી જતાં તેનો ખાર રાખી પતિએ આ યુવાનને હેરાન કરવા ઉપરાંત ફોન કરી ઝઘડો કરીને ગાળો ભાંડવા ઉપરાંત પતાવી દેવાની ધમકી આપી હતી.
જામનગર નજીકના કનસુમરા ગામમાં રહેતા શાહનવાઝ સલીમભાઈ ખીરા નામના યુવાનના સંપર્કમાં ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં વસવાટ કરતા હરીશ પાલજીભાઈ ભટ્ટી નામના યુવાનના પત્ની આવ્યા પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
ત્યારપછી આ મહિલા શાહનવાઝના રણજીતસાગર રોડ પર આવેલી સાધના કોલોની સ્થિત મકાને રહેવા આવી ગયા હતા અને હાલમાં શાહનવાઝ સાથે વસવાટ કરતા હતા. આ બાબતની જાણ થતાં હરીશે પજવવાનું શરૂ કર્યું હતું. અવારનવાર શાહનવાઝને હેરાન કરતા આ શખ્સે ગઈકાલે ફોન કરી બોલાચાલી કરવા ઉપરાંત ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા શાહનવાઝે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial