Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગીરાના પિતા-ભાઈને ફોન પર અપાઈ ધમકીઃ
જામનગર તા. ૧૪: ઓખામંડળના એક ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા તરૂણે એક સગીરાને થોડા સમય પહેલાં પ્રેમજાળમાં ફસાવ્યા પછી આ સગીરાનું વીડિયો રેકોર્ડિંગ મેળવી લીધુ હતુ અને તેના આધારે બ્લેકમેઈલ કરી આ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારપછી ગામ મૂકી દેનાર આ સગીરાના ભાઈ તથા પિતાને કોલ કરી તરૂણીએ ધમકી ઠપકારતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ આરંભી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ઓખામંડળમાં એક ગામમાં વસવાટ કરતા પરિવારની ચૌદ વર્ષની સગીર વયની પુત્રીને એક તરૂણે પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. અવારનવાર આ સગીરાને વીડિયો કોલ કરી વાતો કરતા તરૂણે તેણીનું કેટલુક વાંધાજનક વીડિયો રેકોર્ડિંગ મેળવી લીધુ હતું.
ત્યારપછી આ રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી તરૂણે તે સગીરાના ઘરે કોઈ ન હોય ત્યારે જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને વીડિયો તથા ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. તેનાથી વાજ આવી ગયેલી તરૂણીએ પરિવારજનોને વાત કર્યા પછી તેણીના ઘરના વ્યક્તિઓ આ તરૂણના ઘરે સમજાવટ માટે ગયા હતા જ્યાં તેમની સાથે ઝઘડો કરાયો હતો. શાળાએ જતી આ તરૂણીની પાછળ પાછળ જઈ પજવણી કરતા તરૂણથી કંટાળી સગીરાના પરિવારે ગામ મૂકી દીધુ હતું. તેમ છતાં ગયા શુક્રવારે તરૂણે ફોન કરીને આ સગીરાના પિતા તથા ભાઈને ધમકી આપતા મામલો આખરે પોલીસ મથકે પહોંચ્યો છે. મીઠાપુર પોલીસે આ બાબતનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial