Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેકટરે તંત્રને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી
ખંભાળિયા તા. ૨૦: જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જન સમસ્યાઓને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા માટે જિલ્લા કલેકટરે માર્ગદર્શક સુચનો કર્યા હતા, અને સંકલન સમિતિના તમામ અધિકારીઓ/ કર્મચારીઓને સહિત જિલ્લાના તમામ નાગરિકોને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
જિલ્લા સેવા સદન ખંભાળિયા ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.
સંકલન સમિતિની બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અધિકારીશ્રીઓ પાસેથી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જવાબો મેળવ્યા હતા. ઉપરાંત સિંચાઇ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પશુપાલન, પાણી પુરવઠા, જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે, ગામોને તાલુકા - જિલ્લા સાથે જોડતા રસ્તાઓની મરામત, વીજળીની સુવિધા તેમજ જન કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરી હતી. વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગોએ એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવાની ખાસ સૂચના આપી હતી.
ઉપરાંત, ફાર્મર રજિસ્ટ્રી તેમજ ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત, સીએમ ડેશબોર્ડ, ઈ સરકારની કામગીરીની અમલવારી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત, જિલ્લા કલેકટરે અધિકારીઓને સામાન્ય નાગરિકોની ફરિયાદોને સંવેદનશીલતાથી લઈને તેનો ઝડપી ઉકેલ લાવવાનો ઉપર ખાસ ભાર મૂક્યો હતો. તેમજ સંકલન સમિતિના સર્વે અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રશ્નોનો પ્રત્યુતર સમય મર્યાદામાં પાઠવવા તાકીદ કરી હતી.
તેમજ સંકલન સમિતિના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial