Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા ફાયરબ્રિગેડની ટીમ દોડીઃ
ખંભાળિયા તા. ર૧: કલ્યાણપુરના ભોગાત પાસે ખાનગી કંપનીના ચોતરફ પાણીમાં ફસાયેલા ૧૭ વ્યક્તિને બચાવાયા હતાં. આ માટે ખંભાળિયા ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ગઈકાલે ૧૧ ઈંચ વરસાદ પડ્યા પછી પણ ફરી વરસાદ ચાલુ રહેતા તથા એકાએક થોડા સમયમાં ભારે વરસાદ પડવાની ઘટનાઓ બનતી હોય, ગઈકાલે એક વિચિત્ર બનાવમાં ૧૭ વ્યક્તિ પૂરના પાણીમાં ફસાયેલા જેમને કાઢવામાં તંત્રને સફળતા મળી હતી.
ભોગાત પાસે ખાનગી કંપનીના શ્રમિકો એક સબસ્ટેશન જેવી હોલના સ્થળે રહેતા હોય, ઉપરવાસ આજુબાજુ વરસાદ પડતા ભારે પૂર આવતા શ્રમિકો જે જગ્યાએ રહેતા હતાં તેની ચારે તરફ પાણીના પૂર સાથે નદીઓ વહેવા લાગતા આ મજૂર પરિવારો ગભરાઈ ગયા હતાં. બાદમાં ઘડી કંપનીએ ખંભાળિયા ફાયરબ્રિગેડને જાણ કરતા ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમારના માર્ગદર્શનમાં મનસુખભાઈ મારૂ, નીમેશ પ્રજાપતિ તથા ટ્રેઈની જવાનો બોટ લઈને પહોંચી ગયા હતાં તથા પાણીમાં ફસાયેલા સાત નાના બાળકો તથા ૧૦ મહિલાઓ તમામને લાઈફ જેકેટ પહેરાવીને બોટમાં બેસાડીને સલામત રીતે પૂરની બહાર કાઢી બચાવાયા હતાં. કલ્યાણપુર મામલતદાર, ડિઝાસ્ટરની ટીમ પણ આ કાર્યમાં મદદે આવી હતી.
કલ્યાણપુરમાં તણાયેલા યુવાનની શોધખોળ ચાલુ
તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે કલ્યાણપુરમાં નીલકંઠ મહાદેવ પાસે ભૂરાભાઈ નામનો યુવાન પુલ પાસેથી નીકળવા જતા પાણીમાં ફસાઈ ગયેલ તેની શોધખોળમાં એનડીઆરએફ તથા સ્થાનિક તરવૈયાઓ સાથે ખંભાળિયા ફાયરની ટૂકડીઓ પણ જોડાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial