Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા વિસ્તાર વિકાસ મંડળના વિકાસ નક્શા સંદર્ભમાં યોજાઈ અગ્રણીઓની મિટિંગ

સામૂહિક રીતે વાંધા/સૂચનો રજૂ કરવાનો નિર્ણયઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૬: ખંભાળિયા શહેર તથા નજીકના સાત ગામો ધરમપુર, હર્ષદપુર, રામનગર, શક્તિનગર, દાંતા, હરિપુર તથા કંચનપુર ગામોના વિકાસ માટેનો નક્શો જિલ્લા કલેક્ટર દ્વારા પ્રકાશીત કરીને વાંધા-સૂચનો મંગાવાતા ખંભાળિયાના ધરમપુરના બજરંગ પાર્ટી પ્લોટમાં સાત ગામોના ખેડૂતો તથા આગેવાનોની મિટિંગ રાખવામાં આવી હતી.

આ બેઠકમાં ધરમપુરના સતવારા આગેવાનો તથા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ નકુમ દ્વારા આ વિકાસ નક્શા સંદર્ભમાં વિસ્તૃત સમજ, નક્શામાં વિવિધ ઝોન, રીંગરોડ તથા અન્ય ભાવિ આયોજન અંગે સમજુતી આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા પણ તેમના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતાં. કેટલાક ખેડૂતોની જમીનો એક પણ ઝોનના ન હોવાની ફરિયાદો થઈ હતી.

સામૂહિક રજૂઆતો થશે

આ બેઠકમાં નક્કી થયા મુજબ આ 'ખાડા'ના વિકાસ નક્શા બાબતે ખાડાની કચેરીએ તથા જિલ્લા તંત્રને ખેડૂતો તથા આગેવાનો દ્વારા સાથે મળીને સામૂહિક રજૂઆતો, વાંધા, સૂચનો કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh