Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વેપારીના જીએસટી નંબર પરથી એક શખ્સે ટ્રાન્સપોર્ટ પેઢીના બનાવ્યા ઈ-વે બીલ

મેતાજી સહિત ત્રણ સામે પોલીસમાં ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના એક આસામીએ પોતાના ઓનલાઈન વેપાર માટે વર્ષ ૨૦૨૧માં જીએસટી નંબર મેળવ્યા પછી તેમને દસ મહિના પહેલાં જીએસટીએ રૂ।.૩૭ લાખ ૮૬ હજાર ભરપાઈ કરવા નોટીસ આપી હતી. તેનો નીલ રિપોર્ટ બનાવવા આ આસામીએ એક વ્યક્તિને કામ સોંપ્યા પછી આ વ્યક્તિએ તેના જીએસટી નંબર પરથી ખોટા ઈ-વે બીલ બનાવી નાખી રજૂ કરી નાખતા આ આસામીએ તેના મેતાજી, ટ્રાન્સપોર્ટ સંચાલક તથા એક અન્ય વ્યક્તિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક પાછળ ગોકુલ દર્શન સોસાયટીમાં રહેતા હીરેનભાઈ મુકેશભાઈ હીરપરા નામના આસામીએ વર્ષ ૨૦૨૧માં યુનિકી એન્ટરપ્રાઈઝ નામની પોતાની પેઢી માટે ઓનલાઈન કીચનવેરનો વેપાર કરવા જીએસટી નંબર મેળવ્યા હતા અને તેના માટે એકાઉન્ટ તૈયાર કરવા જામનગરમાં શિવધારામાં રહેતા જયસુખ જમનભાઈ વોરાને મહેતાજી તરીકે કામ સોંપ્યું હતું.

ત્યારપછી છએક મહિના વિત્યે જયસુખે કામ કરવાની ના પાડી દીધી હતી. તે પછી પણ હીરેનભાઈ પોતાની પેઢીના બીલ જીએસટીમાં ભરતા હતા. તે દરમિયાન ગયા મે મહિનામાં જીએસટી વિભાગ તરફથી તેઓને પેનલ્ટી સાથે રૂ।.૩૭ લાખ ૮૬ હજાર ભરી દેવા સૂચના અપાઈ હતી તેથી નીલ રિપોર્ટ કરી આપવા હીરેનભાઈએ અમિતસિંઘ દરિયાસિંગ માનનો સંપર્ક કર્યાે હતો.

આ વેળાએ અમિતસિંઘે નીલ રિપોર્ટ બનાવી આપવા હીરેનભાઈને તેમના જીએસટી નંબર આપવાનું કહેતા તેના પર વિશ્વાસ રાખી હીરેનભાઈએ પોતાના નંબર આપ્યા હતા. તે પછી અમિતસિંઘે નીલ રિપોર્ટ બનાવવાની બદલે જામનગરની શંકરટેકરીમાં આવેલી જય ગુજરાત ગુડ્સ એન્ડ કેરીયર નામની ટ્રાન્સપોર્ટ પેઢીના નામે હીરેનભાઈના જીએસટી નંબર પરથી ઈ-વે બીલ બનાવી નાખ્યા હતા. તેની તાજેતરમાં હીરેનભાઈને જાણ થતા તેઓએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જયસુખ વોરા, અમિતસિંઘ તથા ટ્રાન્સપોર્ટના સંચાલક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh