Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શેરડીના રસમાં પીવડાવ્યો હતો નશીલો પદાર્થઃ
જામનગર તા. ૧૯: દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા આવેલા જામજોધપુર પંથકના બે વૃદ્ધને શેરડીના રસમાં નશીલો પદાર્થ પીવડાવી બેભાન કર્યા પછી બે શખ્સે રૂ।.૩૫ હજાર રોકડા અને કાનમાંથી સોનાના ઠોરીયા લૂંટી લીધા હતા. આ બેલડીને એલસીબીએ પકડી પાડ્યા પછી મુદ્દામાલ કબજે લઈ ગઈકાલે લાઈટ હાઉસ પાછળ લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
યાત્રાધામ દ્વારકામાં તાજેતરમાં ઉજવાયેલા ફૂલડોલ ઉત્સવ દરમિયાન પગપાળા આવેલા જામજોધપુર પંથકના બે વૃદ્ધને દરિયા કિનારા વિસ્તારમાં એક મંદિરે દર્શન કરવા લઈ જવાનું કહી બે શખ્સે અવાવરૂ જગ્યામાં લઈ જઈ શેરડીના રસમાં નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવી હતી.
આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી એલસીબીએ તપાસ દરમિયાન ભાવનગરના બે શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા બનાવનો ભેદ ઉકેલાયો હતો. તે પછી ગઈકાલે તપાસનીશ પોલીસ ટીમે બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial