Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી

એક ડીગ્રીના ઘટાડા સાથે

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં તેજીલા વાયરાઓના પગલે એક ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં ઘટાડો થતા અને ગતિમાન પવનથી વાતાવરણમાં એકંદરે ઠંડક રહેવા પામી હતી.

તા. ર૬ અને તા. ર૮ ના બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે દેશના મોટાભાગના વિસ્તારોમાં તા. ૩૦ માર્ચ સુધી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જ્યારે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે જેના પગલે હાલ આકરો તાપ નહીં પડે.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે એક ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી નોંધાયું હતું. ગતિમાન પવન અને તાપમાનમાં થયેલા ઘટાડાના કારણે ગઈકાલે વાતાવરણમાં એકંદરે ઠંડક રહેવા પામી હતી.

નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક ઘટીને ૭૪ ટકા રહ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાનનો પારો ર૩.પ ડીગ્રીએ સ્થિર રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh