Advertisement
Author: નોબત સમાચાર

નગરપાલિકા તંત્ર દ્વારા પીવાના પાણીનો ગુણવત્તા સુધારવા કલોરીનેશન કરવા કવાયત

ખંભાળીયા ન.પા.ની બેદરકારીનો ભાંડો ફૂટ્યા પછી

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. રપઃ ખંભાળીયા નગરપાલીકા કે જે તેના મનસ્વી નિર્ણયો તથા આડેધડ કામગીરી માટે જાણીતી છે. આ નગરપાલિકા દ્વારા થતું પાણી વિતરણ કેવું છે, તેના નમૂના શહેરમાં જુદા-જુદા વિતરણ સ્થળોએથી આરોગ્ય તંત્રએ લેતા મોટા ભાગના નમૂના પીવા યોગ્ય ના હોવાનું જણાતા તેમણે પત્ર લખતા આ બાબત ધ્યાને આવતા પાલિકા વહીવટી તંત્ર તથા ખંભાળીયાના પ્રાંત અધિકારી કે.કે. કરમટાએ પાલિકા તંત્રને દોડાવ્યું હતું.

પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમૂર તથા ઈજનેરો તથા વોટર વર્કસના સ્ટાફને પાણીની ગુણવત્તા તાકીદે સુધારવા સાથે કલોરીનેશનનું પ્રમાણ વધારવા તથા જ્યાંથી પાણીનો જથ્થો લેવામાં આવે છે ત્યાં પણ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરીને પાણીનો જથ્થો પીવા યોગ્ય આવે તે માટે તુરંત પગલા લેવા આદેશ કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh