Advertisement
Author: નોબત સમાચાર

વુલન મીલ રોડ પર બાવરીવાસમાં બે ઝૂંપડામાંથી મળી આવી દારૂની ભઠ્ઠી

ઈંગ્લીશના ચપલા સાથે એક ઝડપાયોઃ

                                                                                                                                                                                                      

   જામનગર તા. ૨૫: જામનગરના સુમેર કલબ રોડ પરથી એક શખ્સ ઈંગ્લીશ દારૂના ચપલા સાથે ઝડપાઈ ગયો છે. જ્યારે વુલન મીલ રોડ પર બાવરીવાસમાં બે ઝૂંપડામાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે.

જામનગરના સુમેર કલબ રોડ પરથી ગઈકાલે રાત્રે પસાર થતાં દિગ્વિજય પ્લોટ-પ૮માં કેળાની વખાર પાસે રહેતા રમેશ લાલજીભાઈ ભદ્રા નામના શખ્સને પોલીસે રોકાવી તલાશી લેતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂનું ચપલુ મળી આવ્યું હતું. ચપલુ કબજે કરી પોલીસે રમેશ ભદ્રાની ધરપકડ કરી છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર ખુલ્લા ફાટક નજીક બાવરીવાસમાં અમરાવતીબેન સખીલાલ પરમારના ઝૂંપડામાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે. સ્થળ પરથી તૈયાર દારૂ, ૮૦ લીટર આથો, ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે. જ્યારે જમનાબેન હનીફ સાટીના ઝૂંપડામાંથી પણ ભઠ્ઠી સાંપડી છે. તે સ્થળેથી ૬૦ લીટર આથો, તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધનો કબજે લેવાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh