Advertisement
Author: નોબત સમાચાર

દરેડમાંથી ભરબપોરે બાઈક ચોરાયું

રૂ।.૭૦ હજારના મોટરસાયકલની ઉઠાંતરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના એક આસામીનું રૂ।.૭૦ હજારનંુ મોટરસાયકલ ગયા રવિવારે બપોરે દરેડમાં એક શાળાના દરવાજા પાસેથી ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થ કોલોનીની શેરી નં.૧૩માં રહેતા ધીરજભાઈ નટવરભાઈ ચૌહાણ નામના આસામીએ ગયા રવિવારે પોતાના પિતરાઈ કિશોરભાઈની માલિકીની જીજે-૧૦-ડીકે ૨૧૦૨ નંબરનું પલ્સર મોટર સાયકલ દરેડ નજીક તક્ષશિલા સ્કૂલ પાસે મૂક્યું હતું.

ત્યાંથી બપોરના સમયે રૂ।.૭૦ હજારનું આ વાહન કોઈ શખ્સ હંકારી જતાં પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધીરજભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા વાહનચોર સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh