Advertisement
Author: નોબત સમાચાર

ટ્રમ્પને ઝટકોઃ ચૂકવવા પડશે રૂ. ૭૩૩ કરોડ

માનહાનિના કેસમાં ફેડરલ કોર્ટે અરજી ફગાવી દેતા

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૯: અમેરિકાના ફેડરલ કોર્ટે માનહાનિના એક ગંભીર કેસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અરજીને ફગાવી દીધી હોવાથી તેને જબરો ઝટકો લાગ્યો છે. હવે ટ્રમ્પે લગભગ રૂ. ૭૩૩ કરોડનું વળતર ચૂકવવું પડશે.

અમેરિકાની ફેડરલ કોર્ટે માનહાનિના એક ગંભીર કેસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અરજીને ફગાવી દીધી છે અને હવે તેમને ૭૩૩ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનું રહેશે. બીજી તરફ અમેરિકાની સર્વોચ્ચ અદાલત સુપ્રિમ કોર્ટે ટ્રમ્પના કડક ઈમિગ્રેશન વલણને સમર્થન આપતા મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. માનહાનિ કેસમાં ફેડરલ અપીલ કોર્ટે ટ્રમ્પને કોઈપણ પ્રકારનું રાષ્ટ્રપતિ રક્ષણ આપવાનું ઈનકાર્યું છે.

લેખિકા જિન કેરોલે ર૦૧૯ માં ટ્રમ્પ સામે દાવો દાખલ કર્યો હતો કે, ૧૯૯૬ માં ન્યૂયોર્કના એક હાઈએન્ડ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં ટ્રમ્પે તેમનો યૌન શોષણ કર્યો હતો. ટ્રમ્પે આ આરોપોને 'કથિત કાલ્પનિક' ગણાવતા તેનો ઈનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, તે મારી પ્રકારની નથી. તેમની આ ટિપ્પણીના આધારે કેરોલે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં મે ર૦ર૩ માં જ્યુરીએ ટ્રમ્પને દોષી ઠેરવ્યા હતાં અને અંદાજે રૂ. ૪૧ કરોડનો દંડ ફટકાર્યો હતો.

જાન્યુઆરી ર૦ર૪ માં બીજી જ્યુરીએ પણ ટ્રમ્પ સામે નિર્ણય આપ્યો હતો જેમાં વધુ રૂ. ૭૩૩ કરોડનું વળતર ચૂકવવાનું જણાવ્યું હતું. ટ્રમ્પે દલીલ કરી હતી કે, તેઓ રાષ્ટ્રપતિ હોવાને કારણે તેમને આવી કામગીરી માટે રક્ષણ મળવું જોઈએ, પણ કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી. રજી યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે કહ્યું કે, ટ્રમ્પના વર્તનની ગંભીરતા 'અભૂતપૂર્વ સ્તર' સુધી પહોંચી છે અને તેઓ રાષ્ટ્રપતિ તરીકેના રક્ષણ માટે પાત્ર નથી.

ટ્રમ્પ માટે જ્યાં એક તરફ અદાલતી ઝટકો મળ્યો છે ત્યાં બીજી તરફ અમેરિકી અપીલ કોર્ટે ઈમિગ્રેશન મામલે તેમના વલણને માન્યતા આપી છે. ટોચની અદાલતે ૬-૩ ના ચૂકાદા સાથે દક્ષિણ કેલિફોર્નિયામાં સુરક્ષા એજન્સીઓને જાતિ કે ભાષા આધારે શંકાસ્પદ લોકો પર દરોડા પાડવાની મંજુરી આપી છે, જો તેમની પર સ્પષ્ટ ગેરકાયદેસર હોવાની શંકા ન હોય, ન્યાયાધીશે અગાઉ એવી રીતના દરોડા અને અટકાયત પર રોક લગાવ્યો હતો, જેને હવે સુપ્રિમ કોર્ટે રદ કર્યો છે. આ નિર્ણય પછી ઈમિગ્રેશન અધિકારીઓને વધુ છૂટછાટ મળશે.

યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ આ નિર્ણયને મોટી જીત ગણાવી છે. સોશિયલ મીડિયા પર પોતાનો પ્રતિસાદ આપતા તેમણે કહ્યું કે, હવે ઈમિગ્રેશન એનફોર્સમેન્ટ ટૂકડીઓ કેલિફોર્નિયામાં કોઈપણ પ્રતિબંધ વિના પેટ્રોલીંગ ચાલુ રાખી શકે છે. આ બન્ને નિર્ણયો ડોનાલ્ડ ટ્રમ્પ માટે વિવાદાસ્પદ ભવિષ્ય દર્શાવે છે. એક તરફ વ્યક્તિગત વર્તન અને અગાઉના નિવેદનો માટે તેમને કાયદેસર જવાબદારી ભોગવવી પડી રહી છે, તો બીજી તરફ રાષ્ટ્રપતિ તરીકેના નીતિગત વલણને અદાલત માન્યતા આ૫ી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh