Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લમ્પી રોગચાળા અંગે ૫૪ હજારથી વધુ પશુઓનો સર્વે કરાયો

પશુપાલન વિભાગે જાહેર કરી ગાઈડ લાઈન

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લમ્પી સ્કિન ડિસીઝ રોગચાળાને નિયંત્રિત કરવા જિલ્લા પશુપાલન શાખા દ્વારા સઘન કાર્યવાહી હેઠળ જિલ્લાના અંદાજિત ૫૪ હજાર કરતા વધારે પશુઓને સર્વે કરાયો છે અને લમ્પી સ્કિન ડિસીઝ રોગચાળા સામે તકેદારી રાખવા માટે જિલ્લા પશુપાલન શાખા દ્વારા માર્ગદર્શન સૂચનો અપાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પશુઓમાં લમ્પી સ્કિન ડિસીઝ રોગના લક્ષણો દેખાતા જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ પશુપાલન શાખા દ્વારા સતર્કતા અને સર્વેલન્સની કામગીરી સઘન બનાવવામાં આવી છે. ઉપરાંત સમગ્ર જિલ્લામાં અત્યારસુધીમાં ૫૪,૫૬૦ જેટલા પશુઓનો સર્વે કરવામાં આવ્યો છે. ઉપરાંત જિલ્લા પશુપાલન શાખાના ત્વરિત આઇસોલેશન, દૈનિક સારવાર અને રસીકરણને પરિણામે રોગચાળાને નિયંત્રિત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

લમ્પી સ્કિન ડિસીઝ મુખ્યત્વે ગાય વર્ગના પશુઓમાં વાયરસથી ફેલાતી બીમારી છે. જેને અનુસંધાને જિલ્લા પશુપાલન શાખા, દેવભૂમિ દ્વારકા દ્વારા તેના લક્ષણો તથા રોગ અટકાવવા માટેના અસરકારક પગલાઓ જણાવવામાં આવ્યા છે. તદૃનુસાર શરીર પર ગાંઠો પડવી. સખત તાવ આવવો. આંખ તથા નાકમાંથી પાણી નીકળવું. મોઢામાંથી લાળ પડવી. ખાવામાં રુચિ ન હોવી. દૂધ ઉત્પાદન ઘટી જવું. પગ અને સાંધામાં સોજા આવવા. પ્રાણીએ ક્યારેક ચાલવાનું બંધ કરી દેવું.

આ રોગ ફેલાવવાનું કારણ જોઈએ તો મુખ્યત્વે મચ્છર, માખી, કથીરી અને ઇતરડી દ્વારા ફેલાય છે. તદુપરાંત એક સંક્રમિત પશુના સંપર્કમાં આવવાથી બીજાને ચેપ લાગી શકે છે.

રોગ અટકાવવા માટે પશુઓને સમયસર લમ્પી રોગની રસી આપવી. તબેલાઓમાં સફાઈ તથા દવાઓનો છંટકાવ કરવો. મચ્છરો, માખીઓ તથા ઉતરડી ફેલાવો રોકવો. કોઈ પશુમાં રોગના લક્ષણ દેખાય તો તરત તેને અન્ય પશુથી અલગ રાખવું. રોગના લક્ષણ જોવા મળતા તરત નજીકના પશુપાલન અધિકારી તથા વેટરનિટી ડોક્ટરનો સંપર્ક કરવો. સ્વચ્છ ખોરાક અને પાણી આપવું. રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુઓનું સ્થળાંતર ન કરવું. વગેરે સાવધાની રાખવી જરૂરી છે. ઉપરોક્ત પગલાંઓ ધ્યાને લેવા જિલ્લા પશુપાલન શાખા, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh