Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ''માય ભારત'' હેઠળ યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ સંપન્નઃ કલા અને વિચારોની આપ-લે

મેયર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી આપ્યું માર્ગદર્શન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરમાં 'માય ભારત' દ્વારા આંતર જિલ્લા યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં મુખ્ય અતિથિ પદે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર વિનોદભાઈ ખીમસુરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિશિષ્ટ અતિથિ તરીકે કોર્પોરેટર પાર્થભાઈ તેમજ એન.ડી.સી. ગ્રુપના ફાઉન્ડર જયેશભાઈ વાઘેલાએ ખાસ હાજરી આપી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતુ કે દેશની એકતા, અખંડિતતા અને સાંસ્કૃતિક વારસાને સમજવા માટે આવા આદાન-પ્રદાન કાર્યક્રમો ખૂબ જ અનિવાર્ય છે. તેમણે યુવાનોનો સંસ્કૃતિ અને પરસ્પર સમજણ કેળવી દેશના સર્વાંગી વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવવા માટે પ્રેરણા આપી હતી. જામનગર જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ દેશભ્રતારના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લામાંથી આવેલા યુવા પ્રતિભાગીઓએ મોટી સંખ્યામાં જોડાઈને પોતાની કલા અને વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, આગામી દિવસોમાં પણ આ કાર્યક્રમ અંતર્ગત યુવાનો માટે વિવિધ સર્જનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવનાર છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh