Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૂનાગઢ તથા ગીર સોમનાથમાં મેઘરાજાનું દે ધનાધનઃ
અમદાવાદ તા. ૧૯: જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા જળબંબકારની સ્થિતિ સર્જાઈ છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે પડેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. છેલ્લા ર૪ કલાકમાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં ૧ર ઈંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
જળબંબાકારની સ્થિતિ
ગત્ ર૪ કલાકમાં ગુજરાતના ૮ર તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં ૧ર ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સૂત્રાપાડાનું પ્રશ્નવડા ગામ સંપૂર્ણપણે જળબંબાકાર બન્યું છે. બીજી તરફ વેરાવળમાં ૬ ઈંચ અને કોડીનારમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તલાલા અને ઉનામાં પણ ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ર૦૦ થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોએ રાત ઉજાગરા કરવા પડ્યા છે અને ઘરવખરીને પણ નુક્સાન થયું છે.
ડેમો છલકાયા
જૂનાગઢના માળિયા હાટીનાનો ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે લાછડી નાની સિંચાઈ ડેમ પણ છલકાયો છે, જેના કારણે નિચાણગાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.
સાર્વત્રિક વરસાદની આગાહી
હવામાન વિભાગે પણ જૂનાગઢ જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સક્રિય થયેલી ચાર વરસાદી સિસ્ટમોને કારણે આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
જામનગરમાં પોણો ઈંચ, લાલપુરમાં અડધો ઈંચ, દ્વારકામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. ધોરાજીમાં સાંબેલાધારે માત્રે બે કલાકમાં ૩ ઈંચ વરસાદ પડતા શહેરમાં તમામ માર્ગોમાં પાણી ભરાયા હતાં. ધોરાજીમાં યોજાયેલા લોકમેળામાં પણ વિક્ષપ સર્જાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial