Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના સંબંધીનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૧૭: જામનગરના ગોકુલનગર પાસે અયોધ્યાનગરમાં રહેતા એક યુવાન નિદ્રાધીન થયા પછી બેભાન બની ગયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જામનગરના ગોકુલનગર નજીક અયોધ્યાનગરમાં વસવાટ કરતા સંજયભાઈ શિવપ્રસાદ અગ્રાવત નામના બત્રીસ વર્ષના યુવાન રવિવારે રાત્રે પોતાના ઘરે નિદ્રાધીન થયા પછી ગઈકાલે સવારે સાડા આઠેક વાગ્યા સુધી ઉઠ્યા ન હતા. આ યુવાનને ઉઠાડવા માટે અજયભાઈ નંદલલાલ અગ્રાવત ગયા ત્યારે સંજયભાઈ બેભાન જેવી હાલતમાં જણાઈ આવતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બેભાન અવસ્થામાં જ સંજયભાઈનું મૃત્યુ નિપજ્યું છે. અજયભાઈ અગ્રાવતે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial