Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩૭.૫૬ લાખ નવા લઘુ-મધ્યમ ઉદ્યોગો નોંધાયા

સાંસદનો સવાલ-મંત્રીનો જવાબ

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા.૨૨: ૩૭.૫૬ લાખ નવા એમએસએમઈની ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં નોંધણી થઈ છે, તેમ રાજ્યકક્ષાના એમએસએમઈ મંત્રીએ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૩૭,૫૬,૩૯૦ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની (એમએસએમઈ) નવી નોંધણી થઈ છે. ગત પાંચ વર્ષ દરમિયાન, રાજ્યમાં ૮,૭૭૯ એમએસએમઈ બંધ થયા છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરેલા પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય એમએસએમઈ મંત્રી સુશ્રી શોભા કરંદલાજેએ ૨૧ જુલાઈ, ૨૦૨૫ના આ માહિતી આપી હતી.

વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને એમએસએમઈ ક્ષેત્રને સુદૃઢ બનાવવા અને ટેકો આપવા ભારત સરકારે વિવિધ પગલાં લીધાં છે. આત્મનિર્ભર ભારત ફંડ દ્વારા રૂ. ૫૦,૦૦૦ કરોડનો મૂડી ઉમેરો કરાયો છે. એમએસએમઈની સ્થિતિમાં સુધારો થાય તો બિન-કરવેરા લાભો ૩ વર્ષ માટે લંબાવાયા છે. રૂ. ૨૦૦ કરોડ સુધીની ખરીદી માટે કોઈ વૈશ્વિક ટેન્ડરની જરૃર નથી. પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણ હેઠળના લાભો પ્રાપ્ત કરવા અનૌપચારિક સૂક્ષ્મ સાહસોને ઔપચારિક દાયરામાં લાવવા ઉદ્યમ સહાય પ્લેટફોર્મ (યુએપી)નું લોન્ચિંગ કરાયું હતું.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે એમએસએમઈ મંત્રાલયની સૂક્ષ્મ અને લઘુ સાહસો (એમએસઈએસ) માટેની ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ, જે સભ્ય ધિરાણ સંસ્થાઓ એમએસઈએસને શાખ પૂરી પાડે છે તેઓને કોઈપણ જામીનગીરી અથવા ત્રાહિત-પક્ષની ગેરન્ટી વિના માટે ગેરન્ટી પૂરી પાડવામાં આવે છે. શાખના ઘટાડેલા ખર્ચે રૃ. ૨ લાખ કરોડનું વધારાનું ધિરાણ મેળવી શકાય તે માટે કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૪માં જાહેર કરાયા મુજબ, એમએસઈએસ માટે ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટના ભંડોળમાં રૃ. ૯,૦૦૦ કરોડનું વધારાનું ભંડોળ ઉમેરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, એમએસએમઈ ક્ષેત્રને સુદૃઢ બનાવવા, ભારત સરકારે ૨૦૨૪ના બજેટમાં ઉત્પાદન ક્ષેત્રના એમએસએમઈ માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી સ્કીમ તેમજ સ્પેશિયલ મેન્શન એકાઉન્ટમાં એએમએસએમઈ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરી હતી. વધુમાં, સરકારે બજેટ ઘોષણા ૨૦૨૫ દ્વારા એમએસ એમઈની વ્યાખ્યામાં સુધારો કરીને સીજીએસ હેઠળનું ગેરંટી કવરેજ રૃ. ૫ કરોડથી વધારીને રૃ. ૧૦ કરોડ રૃપિયા કર્યું હતું.

નથવાણી જાણવા માગતા હતા કે, ભારતમાં એમએસએમઈ પર વૈશ્વિક આર્થિક મંદીની કેટલી અસર થઈ છે અને આ મુશ્કેલ સમયમાં આ ક્ષેત્રને ટેકો આપવા માટે સરકારે કયા પગલાં લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh