Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એશિયા કપ ટ્રોફીનો વિવાદ... મોહમ્મદ નકવીની અયોગ્ય હરકત
દુબઈ તા. ર૯: એશિયાકપ ટ્રોફી વિવાદ વચ્ચે સૂર્ય કુમાર-સલમાન આગાની શાબ્દિક ટપાટપી થઈ હતી અને સૂર્યકુમારે ટ્રોફી લઈને ચાલ્યા જવાની એસીસીના અધ્યક્ષ મોહમ્મદ નકવીના હરકતને વખોડીને કહ્યું હતું કે, મારા માટે ૧૪ ખેલાડી જ ટ્રોફી સમાન છે.
ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને હરાવતા ઈતિહાસ રચી દીધો, જો કે આ ખુશી વધારે ન ટકી કેમ કે ટ્રોફીને લઈને મોટો વિવાદ થઈ ગયો. ટીમ ઈન્ડિયાને ટ્રોફી મળી જ નહીં કેમ કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પાકિસ્તાની મોહમ્મદ નકવી છે અને ટીમ ઈન્ડિયા તેમના હસ્તે ટ્રોફી સ્વીકારવા નહોતી માગતી, જેને લઈને લગભગ બે કલાક સુધી ડ્રામો ચાલ્યો અને પછી નકવી ટ્રોફી અને વિજેતા ટીમના મેડલ્સ લઈને હોટેલ નીકળી ગયાની માહિતી મળી.
હવે આ મામલે ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે જોરદાર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'મને ટ્રોફીની ચિંતા નથી, મારા માટે ટીમના ૧૪ સાથીઓ જ સૌથી મોટી ટ્રોફી છે. મારા મતે હું જ્યારથી ક્રિકેટ રમું છું મેં એવું ક્યારેય નથી જોયું કે કોઈ વિજેતા ટીમને ટ્રોફી એનાયત ન કરાઈ હોય અને તેને વંચિત કરી દેવામાં આવી. મારો મતલબ એ છે કે અમે ઘણી મહેનત કરી હતી. અમે ટ્રોફી સરળતાથી નહોતા જીત્યા.'
ભારતીય કેપ્ટને હસતા મોઢે કહ્યું કે, 'અમે સપ્ટેમ્બરથી અહીં દુબઈમાં છીએ. અમે આજે શાનદાર રમ્યા. સતત બે દિવસમાં બે મેચમાં જોરદાર પરફોર્મ કર્યું. મને લાગે છે કે અમે ટ્રોફીના હક્કદાર હતાં. બસ હું વધારે નથી કહેવા માગતો. મને લાગે છે કે મેં સારી રીતે મારી ભાવના વ્યક્ત કરી દીધી છે. જો તમે મને ટ્રોફી વિશે પૂછશો તો હું એટલું જ કહીશ કે મારી ટ્રોફી તો મારા ડ્રેસિંગ રૂમમાં છે. મારા તમામ ૧૪ સાથી ખેલાડી સંપૂર્ણ સ્ટાફ જ મારી અસલ ટ્રોફી છે.'
પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ આ મામલે હાર પછી કહ્યું કે, 'ભારતે જે અમારી સાથે કર્યું તે અયોગ્ય હતું. તેણે મોહમ્મદ નકવીના હાથે ટ્રોફી ન સ્વીકારી અમારૂ નહીં પણ ક્રિકેટનું જ અપમાન કર્યું છે. જો અન્ય ટીમો પણ આવું કરશે તો આ ક્યાં જઈને અટકશે?' મોહમ્મદ નકવી એસીસીના ચેરમેન છે. જો તમે એમના હસ્તે ટ્રોફી નથી લેવા માગતા તો પછી કોણ આપશે તમને ટ્રોફી? ક્રિકેટર રોલ મોડેલ હોય છે. બાળકો આવું વર્તન જોઈને શું શીખશે. આ ટુર્નામેન્ટમાં જે કંઈ થયું તે અયોગ્ય હતું. 'હેન્ડશેક વિવાદ પર સવાલ ઊઠતા તેમણે કહ્યું કે આ વિવાદ અંગે તો તમારે ભારતીય ટીમને જ સવાલ કરવા જોઈએ.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial