Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેર યુવક કોંગ્રેસના પ્રમુખની રજૂઆતઃ
જામનગર તા. પઃ જામનગરમાં પ્રતિબંધિત કોનો પાર્કસ વૃક્ષોનું વાવેતર કરનાર વેસ્ટ ટુ એનર્જી કંપની સામે નિયમ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
જામનગર શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ મહિપાલસિંહ ઓશકસિંહ જાડેજાએ મહાનગરપાલિકાના ગાર્ડન સુપ્રિન્ટેન્ડેન્ટને પત્ર પાઠવી રજૂઆત સાથે માગણી કરી છે કે, જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી કંપનીએ પોતાના પ્લાન્ટ વિસ્તારમાં બહોળા પ્રમાણમાં કોનો પાર્કસ વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ વૃક્ષો ઉપર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ વૃક્ષો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે સુધી જતા જ હોય છે. આથી ભૂગર્ભ જમીનને નુક્સાન કરે છે. તેમજ ડ્રેનેજ લાઈન-ટેલિકોમ કેબલને પણ નુકસાન કરે છે. ભારત સરકાર આવા વૃક્ષોને દૂર કરવાની ઝુંબેશ ચલાવી રહી છે, જ્યારે જામનગરમાં આ કંપની દ્વારા બેજવાબદારી કૃત્ય કરવામાં આવ્યું છે.
આથી સત્વરે સ્થળ તપાસ કરી પ્રતિબંધિત વૃક્ષોને દૂર કરવામાં આવે અને નિયમનું ઉલ્લંઘન કરનાર કંપની સામે દંડનીય કાર્યવાહી કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial